Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

ઉત્તરપ્રદેશમાં ત્રીજા ટોચના અધિકારીને કોરોના વળગ્યો : યુપીના ઓફીસર કેડરમાં કોરોનાનો વિસ્ફોટ

લખનૌના કલેકટર, રાજયના ઍડીશ્નલ ચીફ સેક્રેટરી (સુચના)ને કોરોના વળગ્યા પછી હવે ઉત્તરપ્રદેશના પોલીસ વડા (ડીજીપી) ઍસ.સી.અવસ્થીને કોરોના પોઝીટીવ આવેલ છે : આ ત્રણેય ઓફીસરો હોમ આઈસોલેટ થઇ ગયા છે : લખનૌના કાર્યવાહક કલેકટર તરીકે રોશન જેકપની વરણી થઈ છે : દરમિયાન બરેલીના ઍસ.ઍસ.પી. રોહિતસિંહ સજવાન પણ કોરોના પોઝીટીવ થયા છે તેમની ઓફીસ ૪૮ કલાક માટે બંધ કરી દેવામાં આવી છે : રૂરલ ઍસપી રાજકુમાર અગ્રવાલ અને ટ્રાફીકના ઍસપી આ પહેલા જ કોરોના પોઝીટીવ થઈ ચૂકયા છે : આ પહેલા ચીફ સેક્રેટરી ઍસપી ગોયલ સેક્રેટરી અમિતસિંહ, ઓઍસટી અભિષેક કૌશિક પણ કોરોના પોઝીટીવની ઝપટમાં આવી ચૂકયા છેઃ યુપીના પ્રધાન કેબીનેટ મંત્રી આશુતોષ ટંડન પણ કોરોનાગ્રસ્ત થયા છે

(5:22 pm IST)