Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

કોરોના ટુલકીટ

કોરોનાકાળમાં આ ૧૦ વસ્તુ તમારા ઘરમાં ખાસ હોવી જોઈએ

નવી દિલ્હી, તા.૧૭: ભારતમાં ૧૬ કરોડ ગૃહિણીઓ છે અને આ મહિલાઓ પોતાના રસોડાનું ખુબ ધ્યાન રાખે છે. મસાલા, મીઠું, દાળ, ચોખા, અને લોટ રસોડામાં કયાંક ઘટી ન પડે તેનું ધ્યાન રાખે છે. તેની જવાબદારી તેમની પાસે જ હોય છે. આથી અમે આ ગૃહિણીઓ અને બાકીના લોકોને કઈક એવી જાણકારી આપવા માંગીએ છીએ જેને જાણીને તેઓ કોરોનાના ડરને થોડો ઓછો કરી શકે છે.

આને તમે કોરોનાની ટૂલકિટ કહી શકો. એટલે કે હાલ કોરોના કાળમાં તમારા ઘરમાં આ વસ્તુઓ હોવી જોઈએ. આ ટૂલકિટ અમે અનેક ડોકટરો સાથે વાતચીત કરીને તૈયાર કરી છે. જેમાં કુલ ૧૦ વસ્તુઓ છે.

૧. Temperature Monitor એટલે કે થર્મોમીટર. જે તાવની તપાસ માટે સૌથી વધુ જરૂરી છે. જો તમે તમારા દ્યરે થર્મોમીટર રાખ્યું નથી તો આજે જ ખરીદી લેજો.

૨. Pulse Oximeter આ એક બિસ્કિટ જેવા આકારનું નાનકડું મશીન છે. જેનાથી તમે દ્યરે બેઠા ઓકિસજનનું લેવલ ચેક કરી શકો છો. ડોકટરોના જણાવ્યાં મુજબ શરીરનું ઓકિસજન લેવલ ૯૪થી ૧૦૦ વચ્ચે હોવું જોઈએ. જો તે ૯૪ કરતા ઓછું હોય તો તમારે ડોકટરનો સંપર્ક કરવો જોઈએ.

૩. સ્ટીમર- જેનાથી તમે નાસ લો છો. શ્વાસ લેવામાં તકલીફ થાય તો આ વસ્તું ખુબ કામ લાગે છે.

૪. Paracetamol -પેરાસિટામોલોની ગોળીઓ દ્યરે હોવી જોઈએ. જે તાવ સમયે લેવામાં આવે છે.

૫.  Anti Acid Tablet

૬. એન્ટી એલર્જિક દવાઓ. તેના માટે તમે ડોકટરની સલાહ લઈ શકો છો.

૭. થર્મલ ફ્લાસ્ક- જે ગરમ પાણી માટે કામ આવે છે. ડોકટર કોરોનાથી બચવા માટે ગરમ પાણી પીવાની સલાહ આપે છે. આવામાં આ ફ્લાસ્ક તમારા દ્યરમાં હોવો જોઈએ.

૮. કોઈ પણ ઈમ્યુનિટી બુસ્ટર જેમ કે ઉકાળા. તમે ઈચ્છો તો દ્યર પર બનાવી શકો છો. આ માટે  તમારા દ્યર પર તુલસી, એલચી, હળદર, કાળા મરી, લવિંગ, તજ, આદુ અને કિશમિશ.

૯. હળદરવાળું દૂધ- રોજ એક ગ્લાસ હળદરવાળું દૂધ પીવાથી તમે તમારી ઈમ્યુનિટી વધારી શકો છો.

૧૦- સ્ટ્રેચ બેડ- જેનાથી તમે ઘર પર રહીને અનેક પ્રકારની કસરત કરી શકો છો.

(4:01 pm IST)