Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

કોરોનાની નવી લહેરથી બચવા શું ખાવું અને શું નહીં

નવી દિલ્હી, તા.૧૭: કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને વારંવાર હાથ ધોવા, માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટેન્સિંગની સાથે સાથે તમારે ખાણીપીણીનું ધ્યાન રાખવાની જરુર છે. આ ઋુતુમાં સારુ ન્યુટ્રિશિયન  અને હાઈડ્રેશન ઈમ્યૂનિટિ સિસ્ટમને મજબૂત બનાવે છે જે ગંભીર બિમારી અને સંક્રમણના ખતરાથી બચાવે છે.  જેને લઈને ષ્ણ્બ્એ  શું ખાવું જોઈએ અને શું નહી તે જણાવ્યું છે.

કોરોનાથી બચવા માટે પોતાના ડાયટમાં અનેક પ્રકારના તાજા ફળો અને અનપ્રોસેસ્ડ ફુડ સામેલ કરવા જોઈએ જેથી તમને જરુરી વિટામિન, મિનરલ્સ, ફાઈબર, પ્રોટીન અને એન્ટીઓકિસડેન્ટ મળી શકે.   ખૂબ બધા ફળ, શાકભાજી, દાળ બીન્સ જેવા ફળો, નટ્સ અને અનપ્રોસેસ્ડ મકાઈ, બાજરો, ઓટ્સ, ઘંઉ, બ્રાઉન ચોખા. મૂળ વાળા શાકભાજી જેમાં બટાકા , શકરિયા અને અરબી ખાઓ, આ ઉપરાંત મીટ, મચ્છી, ઈંડા અને દૂધ ડાયટમાં ઉમેરો.

દર રોજ ઓછામાં ઓછા ૨ કપ ફળ, ૨.૫ કપ શાકભાજી, ૧૮૦ ગ્રામ અનાજ અને ૧૬૦ ગ્રામ મીટ ખાઓ, અઠવાડિયામાં ૧-૨ વાર રેડ મીટ અને ૨-૩ વાર ચીકન ખાઓ. સાંજે હળવી ભૂખ લાગવા પર કાચા શાકભાજી અને તાજા ફળ ખાઓ. શાકભાજીને વધારે કુક ન કરો. ડબ્બા બંધ ફળ શાકભાજીમાં મીઠુ કે ખાંડ ન ખાઓ.

બોડીમાં પાણી ખૂબ જરૂરી છે. જે શરીરના તાપમાનને નિયંત્રિત રાખે છે અને ઝેરી પદાર્થોને બહાર કાઢે છે. ઓછામાં ઓછા ૮-૧૦ ગ્લાસ પાણી પીઓ. આ ઉપરાંત ફળ- શાકભાજીનો જયૂશ અને લીંબુ પણ પીઓ. સોફ્ટ ડ્રિંક, કોલ્ડ ડ્રિંક, સોડા અને કોફીનું પ્રમાણ બિલકુલ ઓછું કરી દો.

ફેટી ફિશ, બટર, કોકોનેટ, ઓઈલ ક્રીમ, ચીજ અને ઘીમાં બનાવેલા સૈચ્યુરેટેડ ફેટ્સની જગ્યાએ અનસૈચ્યૂરેટેડ ફેટ્સ વાળી ફિશ, અવોકાડો, નટ્સ, ઓલિવ ઓઈલ, સોયા, કેનોલા, સૂરજમુખી અને કોર્ન ઓઈલ ખાવ. પ્રોસેસ્ડ મીટ બિલકુલ ન ખાવ.   બહારનું જમવાનું અવોઈડ કરો. દ્યરે જ જમો. ખાંડ ફેટ અને મીઠાનું સેવન કરવાથી બચો. દિવસ ભરમાં માત્ર ૧ ચમચી મીઠુ આહારમાં લો. જંક ફુડ, ફાસ્ટ ફુડ, ફ્રાઈ ફુડ, ફ્રોઝન ફુડ અવોઈડ કરો.

(4:00 pm IST)