Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

' નાઈટ ડ્યુટી હોવાથી માત્ર પુરુષ ઉમેદવારોએ જ અરજી કરવી ' : સરકારી સાહસ કેરાલા મિનરલ્સ એન્ડ મેટલ્સ લિમિટેડે આપેલી ભરતીની જાહેરાત હાઇકોર્ટે અમાન્ય ગણી : હોદા માટે મહિલા બધી રીતે લાયક હોય તો માત્ર સુરક્ષાના કારણસર તેનો રોજગારીનો અધિકાર છીનવી શકાય નહીં

કેરળ : સરકારી સાહસ કેરાલા મિનરલ્સ એન્ડ મેટલ્સ લિમિટેડમાં એન્જીનીઅરની ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ થઇ હતી.જેમાં લખ્યું હતું કે '  નાઈટ ડ્યુટી હોવાથી માત્ર પુરુષ ઉમેદવારોએ જ અરજી કરવી ' .
આ જાહેરાત સામે એક મહિલા ઉમેદવારે વાંધો લીધો હતો.તથા ન્યાય મેળવવા માટે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

મહિલાએ કરેલી પિટિશનમાં જણાવ્યા મુજબ પોતે ઉપરોક્ત હોદા માટે જરૂરી તમામ લાયકાત ધરાવે છે.તેમછતાં નાઈટ ડ્યુટી હોવાથી મહિલાની ભરતી ઉપરની રોક તેની રોજગારી ઉપર તરાપ સમાન છે.

મહિલાની દલીલને માન્ય રાખતા નામદાર કોર્ટે જણાવ્યું હતું કે મહિલાની સુરક્ષા મહત્વની છે.પરંતુ માત્ર તે મહિલા હોવાથી અને નોકરીના કલાકો રાત્રીના સમયના હોવાથી તેના રોજગારીના હક્ક ઉપર રોક લગાવી શકાય નહીં. જો તે હોદા માટે જરૂરી લાયકાત ધરાવતી હોય તો તેને પુરુષ ઉમેદવારની માફક જ નોકરી કરવાની તક મળવી જોઈએ.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(11:43 am IST)