Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

ઉત્તરપ્રદેશના બે ટોચના અધિકારીને કોરોના વળગ્યો : રાજયમાં રેકોર્ડબ્રેક કોરોના કેસ

ઉ.પ્ર.ના બે ટોચના સનદી અધિકારીઓને કોરોના વળગતા ચિંતાની લાગણી : ઉત્તરપ્રદેશમાં મહારાષ્ટ્ર પછી બીજા નંબરે કોરોના હાહાકાર મચાવી રહ્ના ત્યારે પાટનગર લખનૌના જીલ્લા કલેકટર અભિષેક પ્રકાશ અને એડી. ચીફ સેક્રેટરી (સુચના) નવનીત સહગલને કોરોના પોઝીટીવ આવેલ છે : આજે ઉત્તરપ્રદેશમાં મહારાષ્ટ્ર પછી બીજા નંબરે ૨૭, ૩૬૦ નવા કેસ ૨૪ કલાકમાં નોધાયા છે.

(10:59 am IST)
  • દેવગૌડાના પુત્ર અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી કોરોનામાં સપડાયા કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચ.પી. કુમારસ્વામીને કોરોના પોઝીટીવ વળગ્યો છે : તેઓને મનીપાલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે : તેમના પિતા અને દેશના પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌડાને તાજેતરમાં જ કોરોના પોઝીટીવ આવેલ હતો access_time 1:04 pm IST

  • ભારતમાં ૨૪ કલાકમાં ૨.૩૪ લાખ 'એવર-હાઈ' કોરોના કેસ: અમેરિકામાં ૮૨ હજાર અને બ્રાઝિલમાં ૭૬ તથા ફ્રાન્સમાં ૩૬ હજાર કોરોનાના નવા કેસ નોંધાયા: સમગ્ર વિશ્વમાં કોરોનાનો ભયાનક ફૂંફાડો: ગુજરાતમાં અમદાવાદમાં ૨૮૪૨, સુરતમાં ૧૫૨૨, રાજકોટ ૭૦૭ અને વડોદરા ૪૨૯ કોરોના કેસ સાથે કોરોનાથી થરથર ધ્રૂજે છે access_time 11:05 am IST

  • ગોંડલ પંથકમાં કમોસમી વરસાદ રાજકોટ-જૂનાગઢ હાઇવે ઉપર આવેલબગોંડલ તાલુકાના ચરખડી ગામે ભર ઉનાળે કમોસમી વરસાદ અત્યારે સાંજે પડી રહ્યો છે. ખેડૂતો મુશ્કેલીમાં.. (ભાવેશ ભોજાણી) access_time 6:57 pm IST