Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

વરરાજાનો કોરોના રિપોર્ટ પોઝેટીવ આવતા પોલીસે લગ્ન અટકાવ્યા

લખનૌ,તા. ૧૭: ઉત્ત્।રપ્રદેશના એક મિરહચી ગામમાં લગ્નની તૈયારી ચાલતી હતી ,જાન લઇ જતાં પહેલા  વરરાજા સાથે બે અન્ય લોકોની તબિયત અચાનક ખરાબ થતાં તેને  ગામના આરોગ્ય હોસ્પિટલમાં લઇ ગયા હતા ત્યાં કોરોના ટેસ્ટ કરતાં વરરાજાનો રિપોર્ટ પોઝેટીવ આવતા સ્વાસ્થ કર્મચારીએ પોલીસને જાણ કરી હતી પોલીસ ત્યાં પહોચીને વરરાજાને ૧૪ દિવસ માટે હોમ કવોરન્ટાઇન માટે મોકલી દીધો અને લગ્ન અટકાવી દીધાં.

વરરાજા કોરોના સંક્રમિત થવાની વાત પરિવારને થઇ હતી તે છંતા પણ પરિવાર જાન લઇ જવા માટે જુગાડ કરી રહ્યા હતાં ત્યારે આરોગ્ય  કર્મચારી થાના મારહરા પોલીસ સાથે ગામમાં પહોચીને વરરાજાને ૧૪ દિવસ માટે હોમ કવોરન્ટાઇન માટે મોકલી દીધાં અને લગ્ન અટકાવી દીધા, લગ્ન મંડપ પણ હટાવી લેવામાં આવ્યા હતા .આ બાબતની જાણ કન્યાપક્ષને કરવામાં આવી હતી.

(10:16 am IST)
  • રાજસ્થાન સરકારનો મોટો નિર્ણય : હવેથી રાજ્યમાં RT-PCR પરીક્ષણો ફક્ત 350 રૂપિયામાં સરકારી અને ખાનગી લેબમાં કરવામાં આવશે તેમ રાજ્ય સરકારે ઘોષણા કરી. access_time 10:20 pm IST

  • સોનુને કોરોના વળગ્યો : જાણીતા એકટર અને કોરોનામાં પરપ્રાંતીય શ્રમિકોની વહારે આવનાર સોનું સુદને કોરોના પોઝીટીવ આવ્યો છે : તે સેલ્ફ આઈસોલેટ થઈ ગયા છે access_time 2:04 pm IST

  • બપોરે ૧:૩૪ સુધીમાં પ.બંગાળમાં ૫૪.૬૭% મતદાન થઈ ચૂકયુ છે access_time 2:05 pm IST