Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

ચાલુ નાણાકીય વર્ષનું ઇન્કમટેકસ રિટર્નનું ફોર્મ પોર્ટલ પર રજુ કરાયું

સરકારી કર્મીઓની વિગતો ફોર્મમાં અગાઉથી ભરાયેલી હશે : જોકે, રોકાણ સહિતની વિગતોમાં સુધારા વધારા કરી શકાશે

નવી દિલ્હી,તા.૧૭: નાણાકીય વર્ષ શરૂ થયાના બે મહિના બાદ પહેલા ઇન્કમટેકસ ભરવા માટેનું રિટર્ન ફોર્મ વેબસાઇડ પર અપલોડ કરવામાં આવતુ હતું. તેના બદલે ચાલુ વર્ષે તો નાણાકીય વર્ષે પુરૂ થવાની સાથે જ આઇટીઆ ફોર્મ વેબસાઇટ પર અપલોડ કરી દેવામાં આવ્યું છે.

છેલ્લી ઘડીએ કરદાતાઓ દ્વારા ઇન્કમટેકસ રિટર્ન ભરવાની માથાકૂટ ના રહે તે માટે સીબીડીટીએ પહેલોથી જ તૈયારીઓ કરી દીધી છે. કારણ કે અગાઉ ઇન્કમટેકસ રિટર્ન ભરવા માટેના ફોર્મ જૂનના અંતમાં બહાર પાડવામાં આવતા હતા. હવે એપ્રિલથી જ ફોર્મ બહાર પાડી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત કરદાતાઓને ફોર્મ ભરવામાં સરળતા રહે તે માટે મોટા ભાગની વિગતો આપોઆપ જ ભરાઇને રજુ કરવામાં આવશે. તેમાં કરદાતાએ કરેલ રોકાણ સહિતની વિગતોમાં ફેરફાર કરવો હોય તો કરી શકે તે માટેની પણ છૂટ આપવામાં આવી છે. આવુ કરવા પાછળનું કારણ એવુ છે કે સરકારી કર્મચારીઓને રિટર્ન ભરવામાં સરળતા રહે તે માટે પાનકાર્ડ અને આધારકાર્ડના આધારે જ બેંકની વિગતો, પગારની વિગતો સહિતની જાણકારી ઇન્કમટેકસ વિભાગ પાસે આવી જ ગઇ હોય છે. કોઇ કરદાતાએ મિલ્કત ખરીદી હશે તો તેની પણ વિગતો આઇટી રિટર્ન ફોર્મમાં પહેલેથી જ ભરેલી આપવામાં આવશે. કોવિડના કારણે વેપાર ધંધા અટવાયેલા છે. ત્યારે નવી સિસ્ટમ આઇટી રિટર્ન ભરનારાઓ માટે સરળતા સર્જે તેવી આશા છે.

(10:13 am IST)