Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

ઓવરસીઝ સીટીઝન ઓફ ઇન્ડિયા ( OCI ) કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર : હવે અવારનવાર કાર્ડ રીન્યુ કરાવવાની ઝંઝટમાંથી મુક્તિ : ભારત સરકારના નવા નિયમ મુજબ ફક્ત એક જ વખત રીન્યુ કરાવેલું કાર્ડ કાયમ ચાલશે : ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પીપલ ઓફ ઇન્ડિયન ઓરિજીન ( GOPIO ) ના ચેરમેન ડો.થોમસ અબ્રાહમે નવા નિયમને આવકાર્યો

વોશિંગટન : ભારત સરકારે તાજેતરમાં ઓવરસીઝ સીટીઝન  ઓફ ઇન્ડિયા ( OCI ) કાર્ડ ધારકો માટે જારી કરેલા નવા નિયમ મુજબ હવે અવારનવાર કાર્ડ રીન્યુ કરાવવાની નથી. ફક્ત એક જ વખત રીન્યુ કરાવેલું કાર્ડ કાયમ ચાલશે . ભારત સરકારના આ નવા નિયમને ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પીપલ ઓફ ઇન્ડિયન ઓરિજીન ( GOPIO ) ના ચેરમેન ડો.થોમસ અબ્રાહમે આવકાર્યો છે. તથા જણાવ્યું છે કે આનાથી વધુ વિદેશી ભારતીયોને ઓસીઆઈ બનવા માટે પણ પ્રોત્સાહન મળશે.અને  ભારતમાં તેમની મુસાફરી, વેપાર અને રોકાણ દ્વારા ભારતને ફાયદો થશે .

ભારતીય કેન્દ્રીય ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઓસીઆઈ કાર્ડધારકોને હવે 20 વર્ષની ઉંમરે ફક્ત એક કરતા વધારે વખતને બદલે ફક્ત એક જ વાર તેમના દસ્તાવેજ ફરીથી જારી કરવાના રહેશે.આથી
20 અને 50 વર્ષની ઉંમરે કાર્ડને નવીકરણ કરવાની પ્રક્રિયા અંગે ઘણા OCI કાર્ડધારકોની  મૂંઝવણ દૂર થશે અને કોઈએ ફરીથી OCI કાર્ડ નવીકરણ પ્રક્રિયામાંથી પસાર થવાની જરૂર નથી .

વિદેશી ભારતીયોમાં ખૂબ પ્રખ્યાત, ઓસીઆઈ કાર્ડ ભારતમાં લાંબા ગાળાની વિઝા મુક્ત મુસાફરી અને રહેવાની સુવિધા આપે છે અને કાર્ડધારકોને સામાન્ય રીતે વિદેશી નાગરિકને ન આપવામાં આવતી સુવિધાઓ આપે છે. અત્યાર સુધીમાં ભારતે લગભગ 37.72 લાખ ઓસીઆઇ કાર્ડ જારી કર્યા છે.

 અગાઉની  જોગવાઈમાં ઓસીઆઈ કાર્ડ ધારકોની ઉંમર 20 વર્ષથી ઓછી અને 50 વર્ષથી વધુ હોય ત્યારે તેમના  પાસપોર્ટ નવીકરણ સમયે  દર વખતે નવેસરથી ઓસીઆઈ કાર્ડ માટે અરજી કરવાની આવશ્યકતા હતી. જેના કારણે ભારતીય મૂળના લોકોમાં ભારે અસ્વસ્થતા અને મુસાફરીની અસ્થિરતા ઉભી થતી હતી. જે દૂર કરવા માટે ઉપરોક્ત નિર્ણય લેવામાં આવ્યો છે તેવું ભારત સરકારના ગ્રહ મંત્રાલયે જણાવ્યું છે.

 

(9:33 am IST)
  • કુંભમાંથી પાછા ફરનારા શ્રદ્ધાળુઓ માટે મુંબઇમાં સખત રીતે કવોરન્ટાઈનનું પાલન કરાવાશે : મુંબઈના મેયરે કહ્નાં છે કે કુંભમેળામાંથી પાછા ફરી રહેલા શ્રદ્ધાળુઓ માટે કડક રીતે કવોરન્ટાઈનનો અમલ કરાવાશે : કુંભ મેળામાંથી પાછા ફરનારા લોકો માટે તેમણે કડક પગલાઓની જાહેરાત પણ કરી હતી access_time 2:03 pm IST

  • ભારતમાં ૨૪ કલાકમાં ૨.૩૪ લાખ 'એવર-હાઈ' કોરોના કેસ: અમેરિકામાં ૮૨ હજાર અને બ્રાઝિલમાં ૭૬ તથા ફ્રાન્સમાં ૩૬ હજાર કોરોનાના નવા કેસ નોંધાયા: સમગ્ર વિશ્વમાં કોરોનાનો ભયાનક ફૂંફાડો: ગુજરાતમાં અમદાવાદમાં ૨૮૪૨, સુરતમાં ૧૫૨૨, રાજકોટ ૭૦૭ અને વડોદરા ૪૨૯ કોરોના કેસ સાથે કોરોનાથી થરથર ધ્રૂજે છે access_time 11:05 am IST

  • હવે મુંબઇમાં સંપૂર્ણ લોકડાઉન થશે? બીઍમસી મેયર કિશોર પેડનેકરે કહ્નાં છે કે, હાલની પરિસ્થિતિ જાતા મુંબઇમાં તાળાબંધી રાખવી ઍ ઍકમાત્ર વિકલ્પ બાકી છે access_time 5:37 pm IST