Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

દેશમાં કોરોના બે લગામ :રોજેરોજ રેકોર્ડ તોડતા આક્ડાએ લોકોમાં ફફડાટ વધાર્યો :24 કલાકમાં 2,33 લાખથી વધુ નવા કેસ : એક્ટિવ કેસ 16,73 લાખને પાર : વધુ 1338 દર્દીના મોત :1,22 લાખથી વધુ રિકવર થયા

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 63,729 નવા કેસ, :ઉત્તર પ્રદેશમાં 27,360 કેસ, દિલ્હીમાં 19,486 કેસ , છત્તીસગઢમાં 14,912 કેસ, કર્ણાટકમાં 14,859 કેસ, અને મધ્યપ્રદેશમાં 11,045 કેસ, કેરળમાં 10,031 કેસ, તમિલનાડુ, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનમાં પણ કોરોનાએ સ્પીડ પકડી

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં ભયજનક ઉછાળો નોંધાયો છે સતત વધી રહેલા કેસોએ લોકોની ચિંતા વધારી દીધી છે. સ્થિતિ એ થઈ ગઈ છે કે દેશમાં દરરોજ એક લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે જયારે આજે છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 2.33,757 નવા કેસ નોંધાતા ભારે ફફડાટ ફેલાયો છે

 એક જ દિવસમાં દેશમાં સૌથી વધુ કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 1338 લોકોના મોત નિપજ્યા છે આ સાથે એક્ટિવ  સંખ્યા પણ 16,73 લાખને  પાર  પહોંચી છે એક જ દિવસમાં 2,33,757 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 1.45,21,683 થઇ છે છેલ્લા 24 કલાકમાં 1,22,839 દર્દીઓ રિકવર  કરાયા છે આ સાથે 1.26,66,889 લોકોએ કોરોનાને મહાત આપી છે

  દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 63,729 નવા કેસ, :ઉત્તર પ્રદેશમાં 27,360 કેસ, દિલ્હીમાં 19,486 કેસ , છત્તીસગઢમાં 14,912 કેસ, કર્ણાટકમાં 14,859 કેસ, અને મધ્યપ્રદેશમાં 11,045 કેસ, કેરળમાં 10,031 કેસ નોંધાયા છે જયારે  તમિલનાડુ, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનમાં પણ કોરોનાએ સ્પીડ પકડી છે

(12:41 am IST)
  • પોરબંદર માણેક ચોક શ્રીનાથજી હવેલીમાં કાલે તા. ૧૮ થી તમામ દર્શન ભીતર (અંદર)માં થશે : મનોરથ લેવામાં નહીં આવે : શ્રીનાથજી હવેલીની યાદી access_time 9:18 pm IST

  • ભારતમાં ૨૪ કલાકમાં ૨.૩૪ લાખ 'એવર-હાઈ' કોરોના કેસ: અમેરિકામાં ૮૨ હજાર અને બ્રાઝિલમાં ૭૬ તથા ફ્રાન્સમાં ૩૬ હજાર કોરોનાના નવા કેસ નોંધાયા: સમગ્ર વિશ્વમાં કોરોનાનો ભયાનક ફૂંફાડો: ગુજરાતમાં અમદાવાદમાં ૨૮૪૨, સુરતમાં ૧૫૨૨, રાજકોટ ૭૦૭ અને વડોદરા ૪૨૯ કોરોના કેસ સાથે કોરોનાથી થરથર ધ્રૂજે છે access_time 11:05 am IST

  • પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દરમિયાન ઍક ઉમેદવારનું કોરોનાથી મોતઃ ટીઍમસી અને ભાજપના પ ઉમેદવારો સંક્રમિત access_time 5:36 pm IST