Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

ઓડીસામાં વિજયરથ જાળવી રાખશે નવીન પટનાયક

ઓરીસ્સા : તા.૧૭ : જ્યારે તેમણે ૧૯૯૭માં પોતાના પિતાના અવસાન બાદ રાજનીતિમાં એન્ટ્રી મારી ત્યારે તેઓ ઓરિસ્સાથી સંપૂર્ણપણે અજાણ હતા. લોકોની વાત તો એક બાજુરહી પરંતુ ભૂતકાળના જનતાદળમાં બહુઓછા લોકો નવીન પટનાયકને ઓળખતા હતા. જ્યારે જે લોકોએ તેમને દંતકથારુપબીજુ પટનાયકના રાજકીય ઉત્તરાધિકારીતરીકે સ્થાપિત કર્યા ત્યારે તેઓ એવું માનતાહતા કે નવીન માત્ર શોભાના ગાંઠિયાસમાન મુખ્ય પ્રધાન બની રહેશે. કોઇને એવી કલ્પના ન હતી કે ૨૦૧૯માં નવીનપટનાયક આટલા શક્તિશાળી નેતા હશેએટલું જ નહીં પોતાના પિતા સહિત અન્યનેતાઓની જેમ તેમણે ઓરિસ્સામાં જબરદસ્ત પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યુ છે.

ઓરિસ્સામાં લોકસભા અને વિધાનસભાનીચૂંટણીઓ એક સાથે યોજાઇ રહી છે ત્યારેનવીન પટનાયક હજુ પાવરફુલ છે અને સતતપાંચમી વખત ચૂંટાશે તેવા અભૂતપૂર્વસંજોગો છે. જો કે નવીન પટનાયક માટે કપરાંચઢાણ જરુર છે.

ઓરિસ્સામાં બ્રાન્ડ મોદીકરતા બ્રાન્ડ નવીન વધુ શક્તિશાળી પુરવારથઇ રહી છે અને ભાજપ પણ આ વાત જાણેછે. જો કે ઓરિસ્સામાં આ વખતે નવીનપટનાયકને ભાજપ અને કોંગ્રેસ બંને ટક્કર આપશે. તેથી તેમણે પણ મહેનત કરવીપડશે. ઓરિસ્સામાં ભાજપ હજુ એવીસ્થિતિએ પહોંચ્યું નથી કે નવીનને તેઊથલાવી શકે.

દિલ્હીમાં મોદી અનેભુવનેશ્વરમાં નવીન એ નીતિ ચાલુ રહેશેઅને આમ જનાદેશ એનડીએની તરફેણમાં આવશે તો પણ વિધિવત જોડાણ વગર આવ્યવસ્થા જારી રહેશે. નવીન આમ જોઇએતો વ્યવહારુ રાજકીય નેતા છે. ૨૦૦૪થી ૨૦૧૪ દરમિયાન કોંગ્રેસ સાથેના એકદાયકા જૂના સમીકરણ જોતા એ શક્ય છે કેનવીનને દિલ્હીમાં મિત્રો અને ભુવનેશ્વરમાંશત્રુઓ હોઇ શકે છે. એઆઇસીસીના પ્રમુખરાહુલ ગાંધીએ મોદી-ભાજપ અને નવીન-બીજેડીની સમાન ટીકા કરી હતી. આમનવીન પટનાયક ઓરિસ્સામાં ફરીવખતપોતાનો ગઢ જાળવી રાખશે.

(3:29 pm IST)