Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

સતપાલ સતીની જીભ વાઢી લાવનારને ૧૦ લાખ આપીશ : વિનય શર્મા

નવીદિલ્હી,તા.૧૭: હિમાચલ પ્રદેશના ભાજપના અધ્યક્ષ સતપાલ સત્તીએ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી અંગે કરેલી અભદ્ર ટીકા અંગે કોંગ્રેસના નેતા વિનય શર્માએ જણાવ્યુ છે કે જો કોઈ પણ વ્યકિત સતપાલની જીભ કાપી લાવશે તેને ૧૦ લાખનુ ઈનામ આપવામા આવશે.

વિનય શર્માએ તેમના ફેસબુક પર સતપાલ સત્તી સામે ગુસ્સો વ્યકત કરતા જણાવ્યુ હતુ કે જો તેઓ રાહુલ ગાંધી અંગે કરેલી અભદ્ર ટીકા અંગે માફી નહિ માગે તો તેઓ સતપાલ સામે ધર્મશાળા પોલીસ મથકમા ફરિયાદ દાખલ કરાવશે. તેમજ એમ પણ જણાવ્યુ હતુ કે જો કોઈ વ્યકિત સતપાલની જીભ કાપી લાવશે તેને ૧૦ લાખનુ ઈનામ આપવામા આવશે. થોડા દિવસ પહેલા પ્રચારમા ગયેલા હિમાચલ ભાજપના અધ્યક્ષ સતપાલ સિંહ સત્તીએ સભાને સંબોધતા રાહુલ ગાંધી અંગે ટીકા કરતા  એમ  જણાવ્યુ  હતુ કે તુ કોણ છે નરેન્દ્ર મોદીને ચોર કહેનારો........ ત્યારબાદ સતપાલે જે રાહુલ  અંગે  શબ્દપ્રયોગ  કર્યો હતો તે અમે લખી શકીએ તેમ નથી.

આ મામલે હિમાચલ પ્રદેશ પોલીસ મથકમા ગઈકાલે ભાજપના પ્રદેશ પ્રમુખ સતપાલ સિંહ સામે હિંસા ભડકાવવાનારી ટીકા કરવાના મામલે કોૅંગ્રેસે કેસ દાખલ કરાવ્યો હતો.

આ ઉપરાંત મુખ્ય ચૂંટણી અધિકારીએ પણ સતાપાલને નોટિસ પાઠવી તેનો ૨૪ કલાકમા ખુલાસો આપવા જણાવ્યુ છે.

(3:26 pm IST)