Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

મરતાં-મરતાં પણ બનશે BJP સરકાર

બુકી-માર્કેટમાં શરૂ થયેલા સટ્ટાના ભાવ પછી દેશના જાણીતા બુકીઓએ આ તારણ માંડયું છે બીજેપીને ર૩૦થી ર૪૦ સીટ મળશે, જયારે કોંગ્રેસને ૮૦થી ૯૦ સીટ મળશે

નવી દિલ્હી તા. ૧૭ :.. આમ તો આઇપીએલ ચાલે છે એટલે આ વખતે લોકસભા ઇલેકશનનું બુકી-માર્કેટ હજી બરાબર ખીલ્યું નથી, પણ ગઇકાલથી એના ભાવ લેવાનું શરૂ થયું છે. આ ભાવમાં જે પ્રાથમિક તબકકાનું તારણ નીકળ્યું છે એ મુજબ માંડ-માંડ પણ કેન્દ્રમાં બીજેપી ની સરકાર બનશે. દેશના જાણીતા બુકી આર.આર.ના કહેવા મુજબ આ ઇલેકશનમાં બીજેપીને પુલવામા અને એ પછીની સર્જિકલ સ્ટ્રાઇકનો બેનિફીટ મળશે એટલે બીજેપીની સરકાર બનશે. બુકી-માર્કેટ માને છે કે બીજેપીને ર૩૦ થી ર૪૦ સીટ મળશે, જયારે કોંગ્રેસને ૮૦ થી ૯૦ સીટ મળશે. બીજેપીને ઉત્તરપ્રદેશમાં બહુ મોટો લોસ જશે, જેનો લાભ ઉત્તર પ્રદેશની સ્થાનીક પાર્ટીઓને મળશે.

(11:32 am IST)