Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

રાઇએ લોન્ચ કર્યું નવું પોર્ટલ :ગ્રાહકો બધા ટેરિફ પ્લાનની કરી શકશે તુલના

ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) નવું પોર્ટલ લોન્ચ કર્યું છે. પોર્ટલ દ્વારા ગ્રાહકો દેશના ટેલીકોમ ઓપરેટર્સના બધા ટેરીફ પ્લાનની તુલના કરી શકે છે.TRAI ટેરીફ પ્લાન્સમાં પારદર્શિતા લાવવાની કોશિશ કરી રહી છે અને પગલું કારણે લેવામાં આવ્યું છે. હાલમાં પોર્ટલ બીટા સ્ટેજ પર છે.

  ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) જણાવ્યું હતું કે, પોર્ટલ અંગે જાહેર જનતા અને લાગતા-વળગતા હિતધારકો પાસેથી અભિપ્રાયો મંગાવવામાં આવ્યા છે અને આખરે પોર્ટલ પર તમામ સર્કલ માટે ઉપલબ્ધ તમામ ટેરિફ પ્લાનની માહિતી હશે.

   TRAIના સેક્રેટરી સુનિલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, પોર્ટલના દેખાવ, અનુભવ અને ઉપોયોગ કરવા અંગે પ્રતિભાવ આપવા અમે ગ્રાહકો અને હિતધારકોને ૧૫ દિવસનો સમયગાળો આપ્યો છે, ત્યાર બાદ સર્વિસ અન્ય તમામ સર્કલ સુધી વિસ્તારવામાં આવશે.

  પોર્ટલનું બીટા વર્ઝન નિયમિત ટેરિફ, સ્પેશિયલ ટેરિફ વાઉચર, પ્રમોશનલ ટેરિફ અને વેલ્યૂ-એડેડ સર્વિસ પેક સહિતની વિગતો બતાવશે, પરંતુ હાલના તબક્કે સુવિધા દિલ્હી સર્કલ પૂરતી સીમિત છે.

  TRAI સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, TRAI એક્ટ,1997 મુજબ અમારા માટે પારદર્શકતા સૌથી મહત્ત્વની બાબત છે. ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ અત્યારે તેમની વેબસાઇટ્સ પર ટેરિફ દર્શાવે છે.

(1:24 am IST)