Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

કર્ણાટકમાં ટિકિટ ફાળવણી બાદ ભાજપમાં ડખ્ખો:ગુલબર્ગાના નેતા મીડિયા સમક્ષ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા

 

 બેન્ગલુરૂ: કર્નાટક વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 82 ઉમેદવારોની યાદી જાહેર કર્યા બાદ વધારે પડતી ટિકિટ પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બી એસ યેદિયુરપ્પાના વફાદારોને આપવામાં આવ્યુ મનાય છે ટિકિટની ફાળવણી પછી પાર્ટીમાં ઘમાસાન થઈ ગયુ હતુ.ભાજપ કાર્યકર્તાઓ ટિકિટ વિતરણમાં ધાંધલવેડાના આરોપ લગાડતા ક્રોધ વ્યક્ત કર્યો હતો. ગુલબર્ગામાં ભાજપ નેતા શશિલ નમોશી મીડિયા સમક્ષ તે ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા હતા. તેમના સમર્થકોએ તેમને સંભાળ્યા અને ત્યાંથી તેમને લઈને જતા રહ્યા

  મીડિયા સાથે વાત કરતા તેમને કીધુ કે ખબર નહી કેમ મને ટિકિટ આપવામાં આવી નથી પરંતુ હાઈકમાન્ડના ફેસલાથી તે બહુ અસંતુષ્ટ છે. તેમને કીધુ કે નેતાઓએ તેમને ટિકિટ મળવાનુ આશ્વાસન આપ્યુ હતુ. શશિલનો સમર્થકોએ પણ તેમને ટિકિટ મળતા ક્રોધ વ્યક્ત ક્યો હતો.

  અત્રે ઉલ્લેખનીય છે કે 12 મેએ થનારા 224 સદસ્ય વાળી વિધાનસભા ચૂંટણી માટે પોતાના 72 ઉમેદવારોની પહેલી લિસ્ટ ગયા અઠવાડિયામાં જાહેર કરી હતી જેમા 43 વિધાયકોના નામનો સમાવેશ હતા. આમાં ઘણા એવા લોકો છે જે તાજેતરમાં ભાજપમાં જોડાયા છે. યેદિરુપ્પા શિકારીપુરાથી ચૂંટણી લડશે. લિસ્ટમાં યેદિરુપ્પા, જગદીશ શેટ્ટાર અને કે એસ ઈશ્વરપ્પા જેવા વરિષ્ઠ નેતાઓના નામનો સમાવેશ છે. ભાજપની બીજી લિસ્ટમાં જી જનાર્દન રેડ્ડીના બે ભાઈઓ જી એસ રેડ્ડીને બેલારી સિટ અને એસ ફકિરપ્પાને બેલારી ગ્રામ્ય સીટથી ટિકિટ આપવામાં આવી છે.

(1:13 am IST)