Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

25મીએ આસારામ વિરુદ્ધ યૌન ઉત્પીડન મામલે નિર્ણય:જોધપુર જેલમાં જ સુનાવણી

 

આગામી 25 એપ્રિલે આસારામ વિરુદ્ધ યૌન ઉત્પીડન મામલે નિર્ણય સંભળાવવામાં આવશેરાજસ્થાન હાઇકોર્ટ દ્વારા જણાવ્યું છે કે આસારામ મામલે સુનાવણી જોધપુર જેલમાં થશે. જેલમાં કોર્ટ લગાવવામાં આવશે

 

   પોલીસે રાજસ્થાન હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી કે નિર્ણય સમયે આસારામને કોર્ટમાં લાવવામાં પંચકુલા (રામ રહીમ મામલો) જેવી હાલત પેદા થઇ શકે છે. પોલીસની અરજી પર કોર્ટ ઘ્વારા નિર્ણય આપતા કહ્યું કે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આસારામને જેલમાં રાખીને નિર્ણય સંભળાવવામાં આવશે.

  યૌન ઉત્પીડન મામલે આસારામ વિરુદ્ધ સુનાવણી પહેલા પોલીસે અરજી દાખલ કરીને કહ્યું કે આસારામ ના સમર્થક મોટી સંખ્યામાં જોધપુર આવી શકે છે. આવી પરિસ્થિતિમાં આસારામને કોર્ટ લાવવામાં આવ્યા તો હાલત બગડી શકે છે


 . પોલીસ તરફથી કહેવામાં આવ્યું કે જે રીતે ગુરમીત રામ રહીમ મામલે પંચકુલા સહીત કેટલીક જગ્યાઓ પર પરિસ્થિતિ બગડી હતી તેની આશંકા આસારામને કોર્ટ લઇ જતી વખતે થઇ શકે છે. બાબત ધ્યાનમાં રાખીને પોલીસે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી.

આખા મામલે રાજસ્થાન હાઇકોર્ટ ઘ્વારા સાફ જણાવી દેવામાં આવ્યું છે કે આસારામ મામલે જેલમાં નિર્ણય સંભળાવવામાં આવશે. આપણે જણાવી દઈએ કે આસારામ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવવામાં આવ્યો છે. એટલું નહીં પીડિતાનો આરોપ છે કે તેને આસારામે જાનથી મારવાની ધમકી પણ આપી હતી. જો કે આસારામનું કહેવું છે કે તમામ આરોપો ખોટા છે. 25 એપ્રિલે મામલે નિર્ણય સંભળાવવામાં આવશે.

(12:56 am IST)