Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

ST /SC મામલે ભાજપ શાસિત ત્રણ રાજ્યો સુપ્રીમ કોર્ટમાં પુન:વિચારણા અરજી કરશે

છત્તીષગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સરકારો દ્વારા પુનર્વિચારણા અરજી દાખલ કરાશે

 

નવી દિલ્હીઃST /SC પર સુપ્રીમ કોર્ટના આદેશ પર હાલમાં અમલ કરવા અને નિર્દેશ વિરુદ્ધ પુનર્વિચારણા અરજી દાખલ ભાજપ શાસિત ત્રણ રાજ્યોએ નિર્ણય કર્યો છે. પાર્ટીના એક નેતાએ જાણકારી આપી હતી ભાજપ શાસિત છત્તીષગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સરકારો કથિત રૂપથી આદેશ લાગુ કરવા માટે પગલા લીધા હતા પરંતુ હવે તેણે નિર્ણય કર્યો કે નિર્ણયનો અમલ કરવામાં આવે અને પુનર્વિચારણા અરજી દાખલ કરવામાં આવે

   ભાજપના એક નેતાએ નામ આપવાની શરતે જણાવ્યું કે, અમે મુખ્યપ્રધાનો સાથે વાત કરી છે અને તેની સરકારો જલદી કોર્ટમાં પુનર્વિચારણા અરજી દાખલ કરશે. સ્વાભાવિક છે કે કોર્ટ દ્વારા અંતિમ નિર્ણય કરવા સુધી આદેશને અમલમાં લવાશે નહીં

   સુપ્રીમ કોર્ટે હાલમાં એસસી/એસટી અધિનિયમના કથિત દુરૂપયોગને રોકવા માટે દિશા-નિર્દેશ નક્કી કર્યા હતા. દલિત સંગઠનોએ મોટા પાયે તેનો વિરોધ કર્યો હતો અને દિશા નિર્દેશ કાયદાને નબળો પાડે છે અને તેનાથી અનુસૂચિત જાતિ અને જનજાતિ સમુદાયો પ્રત્યે અત્યારાચના મામલામાં વધારો થશે. વિરોધ પ્રદર્શનને ધ્યાન લઈને કેન્દ્ર સુપ્રીંમ કોર્ટમાં પુનર્વિચારણા અરજી દાખલ કરી ચૂક્યું છે

   સુપ્રીમ કોર્ટે 20 માર્ચના પોતાના આદેશમાં કહ્યું હતું કે, કાયદાનો દુરૂપયોગ કરીને નિર્દોષ નાગરિકોને આરોપી બનાવવામાં આવે છે અને લોક તેવલોને પોતાની ડ્યૂટી કરતા રોકવામાં આવે છે. જ્યારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અદિનિયમ બનાવવામાં આવ્યો ત્યારે તેનો ઈરાદો હતો

  વિપક્ષી પાર્ટીઓએ મુદ્દાને લઈને ભાજપ પર નિશાન સાધ્યું હતું. રિપોર્ટ પ્રમાણે છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સરકારોએ હાલમાં પોતાના પોલીસ પ્રમુખોને સુપ્રીમ કોર્ટના 20 માર્ચના આદેશને લાગૂ કરવા માટે સત્તાવાર આદેશ જારી કર્યો હતો

મુદ્દા પર રામવિલાસ પાસવાન અને રામદાસ અઠાવલે સહિત ભાજપ સહિત એનડીએના ઘણા દલિત સાંસદોએ મોદી સાથે મુલાકાત કરીને ચિંતા વ્યક્ત કરી હતી અને માંગ કરી હતી કે કેન્દ્રએ આદેશને પડકારવો જોઈએ. ત્યારબાદ વડાપ્રધાન મોદીએ પણ કહ્યું હતું કે તેની સરકાર કાયદાને નબળો પાડવાની મંજૂરી આપશે નહીં.

(12:39 am IST)