Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

રોકડની અછત :છેલ્લા 12- 13 દિવસમાં ધડાધડ નોટો ઉપાડી લેવાઈ :સામાન્યથી ત્રણ ગણી કરન્સીની ખપત

એપ્રિલના પ્રારંભથી જ નોટોના ઉપાડમાં જબરો વધારો :બે ત્રણ દિવસમાં સ્થિતિ સામાન્ય થવાનો દાવો

 

નવી દિલ્હી :દેશના કેટલાક રાજ્યોમાં કરન્સીની જોરદાર અછત સર્જાઈ છે નાણાં મંત્રાલયે પણ ઓછામાં ઓછા 5 રાજ્યોમાં કેશની અછત ઉભી થઇ હોવાનું માન્યું છે સરકારના માનવા મુજબ એપ્રિલ મહિનાની શરૂઆતથી નોટોના ઉપાડમાં જબરો વધારો થયો છે સામાન્યપણે એક મહિનામાં 20 હજાર કરોડ કરન્સીની જરૂર પડે છે ત્યાં એપ્રિલ માસના પહેલા 12-13 દિવસોમાં લગભગ 45 હજાર કરોડ કરન્સીની ખપત થઇ છે.

   આંકડાઓ બાદ પણ કેન્દ્ર સરકારે દાવા કર્યો છે કે, તેમની પાસે પર્યાપ્ત માત્રામાં કરન્સી છે અને આગામી બે -ત્રણ દિવસોમાં સ્થિતી સામાન્ય થઇ જશે.

(10:18 pm IST)