Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

૧૮ લાખ કરોડ નોટ બજારમાં

૧૩ દિવસમાં ૪૫૦૦૦ કરોડની કરન્સી ઉપાડાઈ

નવી દિલ્હી, તા. ૧૭: દેશના જુદા જુદા ભાગોમાં હાલમાં ઓટોમેટેડ ટેલર મશીન અથવા તો એટીએમમાં રોકડની કટોકટીને લઇને ચિંતા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે આજે ખાતરી આપી હતી કે ૫૦૦ રૂપિયાની નોટની પ્રિન્ટિંગને વધારીને પાંચ ગણી કરવામાં આવી રહી છે. કોઇ પણ જગ્યાએ રોકડની તકલીફ ન રહે તેવા પગલા લેવામાં આવી રહ્યા છે. આર્થિક બાબતોના વિભાગના સેક્રેટરી એસસી ગર્ગે આજે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યુ હતુ કે ૧૦-૧૫ દિવસ પહેલા સુધી અમે દરરોજ ૫૦૦ રૂપિયાની નોટના ૫૦૦ કરોડની મુલ્યની નોટ પ્રિન્ટ કરી રહ્યા હતા. નોટ પ્રિન્ટિંગ વધવાની સાથે સાથે નીચે મુજબ છે.

*    ૧૦-૧૫ દિવસ પહેલા સુધી ૫૦૦ રૂપિયાની ૫૦૦ કરોડ રૂપિયાના મૂલ્યની નોટ દરરોજ પ્રિન્ટ કરવામાં આવી રહી હતી

*    સ્થિતિને ધ્યાનમાં લઇને હવે દરરોજ ૫૦૦ રૂપિયાની નોટની પ્રિન્ટિંગ વધારી દેવાઈ છે

*    હાલમાં ૫૦૦ રૂપિયાના ૨.૫ હજાર કરોડ રૂપિયા મૂલ્યના નોટ પ્રિન્ટ થઇ રહ્યા છે

*    દર મહિનામાં અમે ૭૦થી ૭૫ હજાર કરોડ રૂપિયાના મૂલ્યના માત્ર ૫૦૦ના નોટ જ છાપવામાં આવશે

*    ૨૦૦ રૂપિયાની નોટ છાપવાની ગતિ પણ તીવ્ર કરાઈ છે

*    ૧૦૦, ૫૦, ૨૦ના નોટ પુરતા પ્રમાણમાં સ્ટોકમાં છે જેથી નોટની માંગ કેટલી પણ હશે તો પણ પહોંચી વળાશે

*    ૨૦૦૦ રૂપિયાની નોટ ઓછી છાપવામાં આવી રહી છે

*    દેશભરમાં દર મહિને સામાન્યરીતે ૨૦૦૦૦ કરોડ રૂપિયાની નોટની માંગ રહે છે

*    આ મહિનામાં ૧૨થી ૧૩ દિવસમાં ૪૫ હજાર કરોડની કરન્સી ઉપાડવામાં આવી છે

*    અફવાઓનો શિકાર થઇને લોકો પૈસા ઉપાડી રહ્યા છે

*    હાલમાં ૧૮ લાખ કરોડ રૂપિયાની નોટ સરક્યુલેશનમાં છે જે માંગ કરતા વધારે છે

*    ૨૦૦૦ રૂપિયાની નોટની કોઇ કમી નથી

*    હાલમાં સિસ્ટમમાં ૨૦૦૦ રૂપિયાની ૬ લાખ ૭૦૦૦૦ કરોડ નોટ છે

*    લોકો બચતની રકમ ૨૦૦૦ના નોટમાં જ જમા કરી રહ્યા છે

*    હાલમાં આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં એટીએમ ખાલી થઇ ગયા બાદ અન્ય જગ્યાઓ ઉપર આવી જ સ્થિતિ જોવા મળી રહી છે

*    નાણા મંત્રી અરુણ જેટલી પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે

(7:47 pm IST)