Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

તામીલનાડુમાં મહિલા લેકચરરે વિદ્યાર્થીનીઓને વધુ નંબર અને સ્‍કોલરશીપ માટે અધિકારીઓ સાથે સંબંધ બાંધવાની સલાહ આપતા દેકારોઃ મહિલા લેકચરર સસ્‍પેન્‍ડ

ચેન્નઇ: તામીલનાડુના અરૂપ્‍પકોટ્ટઇમાં આવેલ દેવાંગ કોલેજના મહિલા પ્રોફેસરે વધુ નંબર પ્રાપ્‍ત કરવા માટે અને સ્‍કોલરશીપ મેળવવા માટે વિદ્યાર્થીનીઓને અધિકારીઓ સાથે સંબંધ બાંધવાની સલાહ આપતા સનસનાટી મચી ગઇ છે. આ પ્રકરણમાં મહિલાને સસ્‍પેન્‍ડ કરી દેવાઇ છે.

 લેક્ચરરે ટિપ્પણી એક મહિના પહેલાં કરી હતી. તેમાં લેક્ચરરને એમ કહેતાં સાંભળવામાં આવી હતી કે 85 ટકા ગુણ અને સ્કોલરશિપ લેવા માટે છોકરીઓએ કેટલાક અધિકારીઓ સાથે 'એડજસ્ટ' કરવું જોઇએ. આરોપીએ બીએસસી ફાઇનલ ઇયરના સ્ટૂડેંટ્સને 'સલાહ' આપી હતી.

કોલેજની છોકરીઓને ગત મહિને 19 માર્ચના રોજ કોલેજ મેનેજમેંટ સાથે વાતની ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ આરોપી લેક્ચરરને અસ્થાઇ રીતે સસ્પેંડ કરી દેવામાં આવ્યા હતા. મામલો ફરીથી પ્રકાશમાં આવ્યો, જ્યારે લેક્ચરર અને સ્ટૂડેંટ્સ વચ્ચે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ.

કેસ પ્રકાશમાં આવ્યા બાદ આરોપી લેક્ચરરની ધરપકડની માંગ તેજ થઇ ગઇ. પોલીસ જ્યારે આરોપીના ઘરે પહોંચી તો તેમણે પોતાને ઘરમાં બંધ કરી દીધી. કલાકો રાહ જોયા બાદ પોલીસે સાંજે 7 વાગે તોડીને અંદર પ્રવેશી. પોલીસે વિભિન્ન કલમો હેઠળ કેસ દાખલ કરી આરોપી મહિલાની ધરપકડ કરી. પોલીસ આરોપી સાથે પૂછપરછ કરી રહી છે તેણે આમ કેમ કર્યું અને કોના કહેવા પર કર્યું. દરમિયાન એમકેયૂ વાઇસ ચાંસલર પી.પી. ચેલ્લાથુરૈએ 5 સભ્યોની ટીમની રચના કરી તપાસના આદેશ આપ્યા છે.

(7:26 pm IST)