Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

નવી દિલ્‍હીમાં સાવકી માતા અને મામા બ્‍લુ ફિલ્‍મ બતાવીને હેરાન કરતાઃ બંન્ને સાથે મળીને મારા ઉપર અત્‍યાચાર ગુજારતા હતાઃ ઇજાના નિશાનો જોવા મળતા પોલીસ ફરીયાદઃ સાવકી માતાની ધરપકડઃ આરોપી મામા ફરાર

નવી દિલ્હી: નવી દિલ્‍હીમાં સાવકી માતા અને મામા બ્‍લુ ફિલ્‍મ બતાવીને સાવકી પુત્રીને હેરાન કરતા હોવા અંગે પોલીસમાં ફરીયાદ બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ રિપોર્ટ અનુસાર નોર્થ એવન્યૂ વિસ્તારમાં એક વરિષ્ઠ ડોક્ટર રહે છે. તે કેંદ્ર સરકારના હોસ્પિટલમાં તૈનાત છે. કોઇ કારણસર પહેલી પત્નીનું મોત નિપજતાં થોડા વર્ષો પહેલાં તેમણે ડોક્ટરે મહિલા સાથે બીજા લગ્ન કર્યા હતા. આરોપ છે કે ડોક્ટરની બીજી પત્ની તેની પુત્રીને પ્રતાડિત કરતી હતી. પીડિતાએ પોલીસને જણાવ્યું કે સાવકી માતા તેને બ્લૂ ફિલ્મો બતાવતી હતી. સાવકી માતા વારંવાર પોતાના ભાઇને પોતાના ઘરે બોલાવતી હતી. તે સાવકા મામા સાથે સાવકી પુત્રીને રૂમમાં છોડી મુકતી હતી.

સાવકા મામા રૂમમાં બ્લૂ ફિલ્મો ચાલુ કરી દેતા હતા અને બળજબરીપૂર્વક જોવા માટે કહેતા હતા. ઘણીવાર મોબાઇલ પર પણ બ્લૂ ફિલ્મો જોવા માટે મજબૂર કરતા હતા. જ્યારે તે તેનો વિરોધ કરતી તો સાવકી માતા અને મામા મળીને તેને પ્રતાડિત કરતા હતા. આરોપ છે કે પિતાના ગયા બાદ સાવકી માતા અને મામા મળીને તેને મારતા હતા. બાળકીએ પોલીસને જણાવ્યું કે તે 2015થી સાવકી માતા સાથે રહેતી હતી. આરોપ છે કે જ્યારે પિતા ઓફિસ જતા રહેતા હતા અને તે સ્કૂલમાંથી આવતી ત્યારે માતા તેને ના તો જમવાનું આપતી હતી અને ના તો હોમવર્ક કરવા દેતી હતી.

પોલીસએ જણાવ્યું કે બાળકીના શરીર પર ઘણી જગ્યાએ ઇજાના નિશાન મળ્યા છે. શરીરના ઘણા ભાગમાં સોજાના નિશાન મળ્યા છે. પીડિતાની ફરિયાદ પર પોલીસે આરોપી માતા અને મામા વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. આરોપી મામા ફરાર છે અને માતાને પોલીસે કસ્ટડીમાં લઇ પૂછપરછ શરૂ કરી દીધી છે.

(7:22 pm IST)