Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

એસસી/એસટી કાનૂનના અમલ માટે સુપ્રીમે આપેલ આદેશનો ૩ રાજયો દ્વારા અમલ

છત્તીસગઢ-મધ્યપ્રદેશ-રાજસ્થાનની ભાજપ સરકારોએ સુપ્રીમના હુકમોનું પાલન કરવા સત્તાવાર આદેશ આપ્યા : ધરપકડ પહેલા તપાસ કરવી

નવી દિલ્હી તા. ૧૭ : એસસી એસટી કાયદામાં સુપ્રીમકોર્ટે કેટલાક ફેરફારોનો આદેશ આપ્યો હતો. સુપ્રીમકોર્ટના આ આદેશબાદ થી જ દેશભરમાં તેનો વિરોધ થઇ રહયો હતો. વિપક્ષ સતત આ મુદા પર કેન્દ્રને ઘેરી રહ્યો હતો. પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સ્પષ્ટ કહ્યું હતું કે કેન્દ્રસરકાર દલિતોની ભલાઇ માટે કામ કરી રહી છે. પરંતુ કેન્દ્ર અને પીએમ મોદીના દાવાથી ઉલટું ભાજપ શાસીત કેટલાક રાજયોએ સુપ્રીમના આદેશ પર કામ કરવાનું શરૂ કરી દિધું હતું.

ઇન્ડિયન એકસપ્રેસના અહેવાલો મુખ્ય છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન એમ ૩ ભાજપ સરકારો એ સત્તાવાર રીતે રાજય પોલીસને સુપ્રીમકોર્ટના આદેશનું પાલન કરવાનો આદેશ આપી દીધો છે. આ રાજયો ઉપરાંત હિમાચલ પ્રદેશે પણ અનોૈપચારિક રીતે આ આદેશનું એલાન કર્યુ છે. અને તાત્કાલીક ધોરણે સત્તાવાર રીતે પણ જાહેર કરાશે.

સુત્રોના જણાવ્યા મુજબ મધ્યપ્રદેશ, છત્તીશગઢ અને રાજસ્થાન અલગથી આ મુદા પર સુપ્રીમકોર્ટમાં પુર્નોચાર અરજી કરશે. જો કે, હાલમાં રાજય સુપ્રીમકોર્ટના આદેશનું પાલન કરશે. (૧.૨૦)

(4:20 pm IST)