Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

સાઉદી અરેબીયામાં પહેલો સિનેગૃહ શરૂ થવાની સામે

સુન્ની મુસ્લિમોને કાલે 'કાળો દિન' મનાવવા અપીલ

રઝા એકેડેમી મુંબઇ દ્વારા જાહેર અપીલ

 

 

મુંબઇ તા. ૧૭ :.. ભારતની જાણીતી સુન્ની સમાજની સંસ્થા 'રઝા એકેડેમી' એ આવતીકાલના 'બુધવાર' એટલે ૧૮ મી એપ્રિલના દિવસને 'કાળો દિવસ' તરીકે ઉજવવા સુન્ની મુસ્લિમ સમાજને આહવાન કર્યુ છે.

સંસ્થાના પ્રમુખ સઇદ નૂરીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ૧૮ મી એપ્રિલનો દિવસ મુસ્લિમો માટે એક ખૂબ જ ખરાબ અને અફસોસનાક દિવસ છે. સાઉદી અરબસ્તાનની હુ કૂમત દ્વારા થનારા ઇસ્લામ વિરોધી કૃત્યો સામે મૌન ન બનો. હરમ શરીફના ઇમામ અને અન્ય સાઉદી ઉલેમાઓને પોતાના હૃદયમાં ઇશ્વરનો ડર ઉભો કરે તેવું જણાવી ૧૮ મી એપ્રિલના સાઉદી અરેબીયામાં ખુલી રહેલા પ્રથમ સિનેમા ઘરનો સખ્ત વિરોધ કરે અને પવિત્ર ધરતી ઉપર સિનેગૃહ શરૂ થતા અટકાવવા હુ કૂમતને મજબૂર કરે તેવી અપીલ કરી છે. (પ-૧૩)

(4:04 pm IST)