Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

વિકીલીકસના સહારે ભાજપનું કોંગ્રેસ અધ્યક્ષ ઉપર નિશાનઃ રાહુલ અને ચિદમ્બરમ ''હિન્દુ આતંકવાદ'' મુદે માફી માંગે

નવી દિલ્હી : કોંગ્રેસ તરફથી હિન્દુ કે ભગવા આતંક જેવા શબ્દો કયારેય ન કહયાના દાવા ઉપર ભાજપે આજે પત્રકાર પરીષદ યોજી વિકીલીકસના હવાલાથી રાહુલ ગાંધીએ અમેરીકી રાજદુત ટીમોથી જે. રોએમરની હાજરીમાં હિન્દુ આતંકવાદની વાત કરી હોવાનું જણાવ્યું હતું.

આખો મામલો સમજાવતા ભાજપ પ્રવકતા સંબીત પાત્રાએ જણાવેલ કે, ૩ ઓગસ્ટ ૨૦૦૯ના રોજ મોકલવામાં આવેલ ટેલીગ્રામમાં રોએમરે લખ્યુ હતુ કે અમે રાહુલ ગાંધી અને અન્ય યુવા સાંસદો સાથે અમે વાતચીત કરી રહ્યા છીએ અને તેના નિષ્કર્ષની અમે મોકલી રહ્યા છીએ.

વિકીલીકસના કેબલ મુજબ ૨૦ જુલાઇ ૨૦૦૯ ના રોજ એક ડિનરમાં રાહુલ હાજર હતા. આ દરમિયાન અમેરીકી રાજદુતે રાહુલને લશ્કરને લઇને પુછાયેલ પ્રશ્ન ઉપર રાહુલે જણાવેલ કે તેનો ભારતમાં થોડો ઘણો સપોર્ટ હોઇ શકે છે. પણ દેશમાં હિન્દુ આતંકીયોથી વધુ સંકટ છે. સંબીત પાત્રાએ કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા જણાવેલ કે લાદેનના પૈસા અને હાફીઝના નેતૃત્વમાં બનેલ લશ્કર તમને ઓછુ ખતરનાક લાગે છે, જયારે હિન્દુ આપને વધુ ખતરનાક લાગે છે. ઉપરાંત તેમણે લશ્કરને કવર ફાયરીંગ આપતા હોવાનું પણ રાહુલ ગાંધી માટે જણાવેલ.

આ ઉપરાંત યાત્રાએ કોંગ્રેસ નેતાઓ પી.ચિદમ્ંબરમ, દિગ્વીજયસિંહ, સુશીલકુમાર શિંદે અને સલમાન ખુર્શીદના જુના વીડીઓ બતાવી કોંગ્રેસ પાસે માફી માંગવાની માંગણી કરી હતી. આ વિડીયોઝમાં શિંદે અને ચિદમ્બરમ હિન્દુ કે ભગવા આતંકવાદ શબ્દનો ઉપયોગ કરતા દેખાય છે. જો કે મક્કા મસ્જીદ બ્લાસ્ટ મામલે સ્વામી અસીમાનંદ સહિત બધા આરોપીઓને નિર્દોષ છુટકારો થતા ભાજપે કોંગ્રેસ પાસે હિન્દુ આતંકવાદ શબ્દ ઉપયોગ કરવા બદલ માફીની માંગણી કરી હતી. તેના ઉપર કોંગ્રેસે કહ્યું કે તેમના તરફથી આવા શબ્દોનો ઉપયોગ નથી કરવામાં આવ્યો.

પત્રકારોને માહિતી આપતા જણાવેલ કે અમે પુરતા પુરાવાઓ આપ્યા છે. રાહુલ અને ચિદમ્બરમે સામે આવવું જ પડશે, તેઓ બચી નહીં શકે, તેમણે માફી માંગવી જોઇએ. વધુમાં તેમણે જણાવેલ કે અમે સંકુલ રીઝમનું સમ્માન કરીએ છીએ પણ તમો દુનિયાભરમાં હિન્દુઓને બદનામ કરવા બદલ માફી માંગવી જોઇએ.

રાહુલ ગાંધીએ અમેરિકી રાજદૂત સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ભાજપના એવા નેતાઓથી ખતરો છે જે ધ્રુવીકરણ કરે છે, જેમકે નરેન્દ્ર મોદી જયારે રાહુલે આ વાત કરી ત્યારે તેઓ કોંગ્રેસમાં નંબર બે ના સ્થાને હતા અને પ્રભાવશાળી હોવાનું પાત્રાએ ઉમેર્યુ હતું. (૧.૧૯)

(3:52 pm IST)