Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

૭૦૦ વર્ષ જૂના વડના વૃક્ષને બચાવવા એની ડાળીઓમાં ચડાવાયા છે બાટલા

હૈદરાબાદ તા. ૧૭: તેલંગણના મેહબુબનગર જિલ્લામાં વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો વડ આવેલો છે. એનું અસ્તિત્વ હાલમાં સંકટમાં છે. એને ફરીથી જીવિત કરવા માટે સલાઇન ડિપ ચડાવાઇ રહ્યા છે. જેમ માણસોને જિવાડવા માટે ગ્લુકોઝના બાટલા લગાવાય છે એમ આ વડની ડાળીઓ પર સલાઇન વોટરના બાટલા લગાડવામાં આવ્યા છે. વૃક્ષમાં ઉધઇ લાગી ગઇ હોવાથી એનેો કેટલોક ભાગ તો પડી ચૂકયો છે. ર૦૧૭ના ડિસેમ્બર મહિનાથી પર્યટકોને એ વૃક્ષની આસપાસ જવાની મનાઇ કરી દેવામાં આવી છે અને વૃક્ષના થડમાં લાગેલી ઉધઇને દૂર કરવાનો ઇલાજ થઇ રહ્યો છે. ડાળીઓમાં ઉધઇનાશક કેમિકલ્સને ડાઇલ્યુટ કરીને ડાળીઓમાં ચડાવવામાં આવી રહ્યાં છે. પહેલાં એના મૂળમાં કેમિકલ નાખવામાં આવેલું પરંતુ એ પ્રયોગ નિષ્ફળ રહ્યો. આખરે વન-વિભાગે જેમ હોસ્પિટલમાં દરદીને ગ્લુકોઝનો બાટલો ચડાવાય એમ વૃક્ષની ડાળીઓને દવાવાળું પાણી બાટલાની જેમ ચડાવવાનું શરૂ કર્યું છે. દવાવાળી સેંકડો બોટલો તૈયાર કરીને દર બે મીટરના અંતરે ડાળીઓમાં એ ટીપે-ટીપે જાય એવી ડ્રિપ ચડાવી છે આ વૃક્ષ એટલું વિશાળ છે કે એ લગભગ ત્રણ એકર જમીનમાં ફેલાયું છે. એને બચાવવ ામાટે મોટા વન-અધિકારીઓની સલાહ લેવાઇ રહી છે.  (૭.૩૯)

(2:20 pm IST)