Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

આર્મીનો જવાન બન્યો ટેરરિસ્ટ હિઝબુલ મુજાહિદ્નનમાં તે સામેલ થઇ ગયો

જમ્મુ તા.૧૭ : આ મહિનાની હરૂઆતમાં દક્ષિણ કાશ્મીરના શોપિયાથી ગાયબ થયેલો લશ્કરનો એક જવાન આંતકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદિીનમાં સામેલ થઇ ગયો છે.તેની સાથે અન્ય બે સ્થાનિક લોકો પણ  આતંકવાદીસંગઠનમાં જોડાયા છે. આ બન્ને પણ ગાયબ હતા. પોલીસ-અધિકારીઓએ ગઇ કાલે જણાવ્યુ હતુ કે ' ગાયબ થયેલો આ જવાન જમ્મુ કાશ્મીર લાઇટ પોસ્ટેડ હતો અને તેના આતંકવાદી સંગઠનમાં જોડાયાની જાણકારી રવિવારે મળી હતી'.

જમ્મુ કાશ્મીર પોલીસાના જણાવ્યા મુજબ આ જવાનનું પોસ્ટિંગ ઝારખંડમાં કરવામાં આવતા તે નારાજ થઇ ગયો હતો.

જાન્યુઆરીમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્ર્સિટીનો પી.એચડીનોસ્ટુડન્ટ મન્નાન વાની પણ આંતકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદિનમાં સામેલ થવાના સમાચાર આવ્યા હતા. વાનીને શોધવા ઉતરપ્રદેશની પોલીસે યુનિજર્સિટીમાં તપાસ કરી હતી તથા તેની રૂમનેસીલ કરી દીધી હતી.

વાની સાથે જ હોસ્ટેલમાં રહેતો અન્ય એક સ્ટુડન્ટ મુઝમ્મિલ પણ કેટલાય મહિનાઓથી ગાયબ છે. મન્નાન છેલ્લે બીજી જાન્યુઆરીએ હોસ્ટેલની મેસમાં જોવા મળ્યો હતો.સોશ્યલ મીડિયા પર તેનો રાઇફલ સાથેનો ફોટો વાઇરલ થયો હતો જેમાં લખવામાં આવ્યું હતું કે તે પાંચ જાન્યુઆરીએ હિઝબુલ જોડાયો છે.

(12:55 pm IST)