Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

ડો. તોગડિયા સાથે હાર્દિક પટેલે હાથ મિલાવ્યાઃ નવા સમીકરણો ?

હાર્દિકના પિતા પ્રતિનિધીરૂપે ઉપવાસ આંદોલનમાં જોડાયાઃ વિહિપના પૂર્વ આંતરરાષ્ટ્રીય પ્રમુખ લડી લેવાના મુડમાં: નવા સંગઠનની રચના નિશ્ચિત

અમદાવાદ તા.૧૭: વીએચપીમાંથી ડો. પ્રવિણ તોગડિયાની હાકલપટ્ટી બાદ તોગડિયાએ અમદાવાદમાં ઉપવાસ આંદોલન કર્યા છે. ત્યારે હાર્દિકે તેમના ઉપવાસને સમર્થન જાહેર કર્યુ છે. ઉપરાંત તોગડિયાના ઉપવાસ સ્થળે હાર્દિકના પિતા પણ હાજર રહેશે ત્યારે હવે ગુજરાતના રાજકારણમાં ભાજપ સામે લડવા માટે હાર્દિક અને તોગડિયા એક થઇ રહ્યા છે. જેના લીધે આગામી ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપને મોટો ફટકો પડે તેવી શકયતા સેવાઇ રહી છે. ડો. તોગડિયાની વીએચપીમાંથી હકાલપટ્ટી બાદ ગુજરાતનું રાજકારણ એક નવા જ વળાંકે આવીને ઉભું છે. આગામી દિવસોમાં હિન્દુ પાટીદાર સમાજના આગેવાન એવા ડો. તોગડિયા અને પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ એક થઇને ૨૦૧૯ની ની લોકસભા ચૂંટણી માટેની નવી વ્યુહરચના ઘડી રહ્યા છે તેવી ચર્ચા છે. આમ બીજેપી સામે હિન્દુત્વ અને પાટીદારનું સામાજિક અને રાજકિય કાર્ડ રમાશે. તે નિશ્ચિતબન્યું છે. ખાસ કરીને આ બંને નેતાઓ ભાજપની વિરૂધ્ધમાં હોવાથી પાછલા બારણે કોંગ્રેસનો સાથ લઇ આગળ વધે એ દિશામાં નવું સમિકરણ રચાઇ રહ્યું છે હોવાનું મનાય છે. ડો. તોગડિયા અને હાર્દિકના સંબંધો સારા રહ્યા છે. હાર્દિકના આંદોલન સમયે તોગડિયાએ પડદા પાછળ રહીને પાટીદાર અનામત આંદોલનને ટેકો આપ્યો હતો. તેવી વાત છે. માત્ર એટલું જ નહીં ડો. તોગડિયાને જે મુશ્કેલીઓ નડી તે દરમિયાન હાર્દિક પટેલ તેની પડખે રહ્યો હતો. ડો. તોગડિયા આમરણાંત ઉપવાસની સાથે નવા સંગઠનની રચનાની દિશામાં આગળ વધવાના છે. ત્યારે હાર્દિક પટેલ પણ તેમના આ નિર્ણય સાથે રહે તેવી શકયતા છે. વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષની ચૂંટણીમાં  ડો. તોગડિયા ગ્રુપના પરાજય થયા બાદ તેમણે ૧૭ એપ્રિલે અમદાવાદમાં ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી હતી. પહેલાં આ ઉપવાસ કાર્યક્રમ બત્રીસી હોલમાં રાખવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ અચાનક જ ઉપવાસ સ્થળ બદલાયું છે.

વીએચપીમાંથી પ્રવિણ તોગડિયાની હકાલપટ્ટી બાદ ભાજપ સામે લડવા તોગડિયા અને હાર્દિક પટેલ હાથ મિલાવશે તેવા અહેવાલ હતા. આ અંગે પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલને પૂછતા તેણે જણાવ્યું હતું કે પ્રવિણ તોગડિયા ઉપવાસ આંદોલનને મારૂ સમર્થન છે પરંતુ તેમના ઉપવાસના સ્થળે હું નહીં જાઉં. હા  મારા પિતા ત્યાં જરૂર જશે. વધુમાં તોગડિયા સાથે મળીને ભાજપ સામે લડવાનો નિર્ણય કર્યો હોવા અંગે પૂછેલ પ્રશ્નના જવાબમાં હાર્દિકે જણાવ્યું હતું કે સમય આવશે ત્યારે બધુ સ્પષ્ટ થઇ જશે.(૧.૨)

(11:33 am IST)
  • રોટોમેક કૌભાંડ કેસમાં CBI એ બેન્ક ઓફ બરોડાના 6 ઓફિસરોની પૂછપરછ હાથ ધરી છે જેમાં કંપનીના પૂર્વ સીમેંદીઃ એમ,ડી માલ્યા ,અને બે પૂર્વ એક્ઝિ,ડાયરેક્ટર વી,સંથાનારમણ અને આર,કે,બક્ષીનો સમાવેશ થાય છે access_time 10:51 pm IST

  • અમદાવાદ:રાજ્યના પુર્વ ઇન્ચાર્જ DGP પી.પી.પાન્ડેની પાસપોર્ટ પરત આપવાની અરજી CBI કોર્ટે માન્ય રાખી: CBI કોર્ટે 2 મહિના માટે પાન્ડેને પાસપોર્ટ પરત કરવા કર્યો આદેશ: પી.પી.પાન્ડેએ USA જવા માટે પરત માગ્યો હતો પાસપોર્ટ access_time 1:28 am IST

  • કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે ત્રણ દિવસની મુલાકાત માટે પોતાના સંસદીય વિસ્તાર અમેઠી પહોંચ્યા હતાં. રાહુલ ગાંધી અમેઠીના એક સ્કૂલના કાર્યક્રમમાં સંબોધન માટે પહોંચ્યા હતાં.રાહુલ ગાંધીને એક વિદ્યાર્થિનીએ પૂછ્યું કે દેશમાં જે નિયમ બને છે તેને ગ્રામીણ વિસ્તારોમાં સાચી રીતે શા માટે લાગુ પાડવામાં આવતાં નથી. જેના જવાબમાં રાહુલે તરત જ કહ્યું કે,’એ તમે મોદીજીને પૂછો. સરકાર મોદીજી ચલાવે છે. અમારી સરકાર નથી. જ્યારે અમારી સરકાર હશે ત્યારે અમે જવાબ આપીશું.’ access_time 3:59 am IST