Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

ગુજરાત સહિત ૪ રાજ્યોના ATMમાં નાણાનો દુષ્કાળ

ભાજપ શાસિત રાજ્યોમાં રોકડ કટોકટીઃ શિવરાજે ષડયંત્ર ગણાવ્યું: યોગીજીએ બેઠક બોલાવી

અમદાવાદ તા. ૧૭ : ગુજરાત સહિત ભાજપ શાસિત ૪ રાજયોમાં ATMમાં રોકડનું સંકટ ઘેરૂ બનતું જાય છે. ગુજરાત, મધ્યપ્રદેશ, બિહાર અને ઉત્તર પ્રદેશમાં એટીએમમાં રોકડ નહી હોવાથી લકોને ભારે હાલાકી પડી રહી છે.

એક મળતાં અહેવાલ મુજબ ઉત્ત્।રપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ સંકટને લઇને એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. તો બીજી તરફ મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહે રોકડના સંકટને એક સાજિશ ગણાવી હતી. ભાજપ શાસિત ચારેય રાજયોના અનેક ગામોના એટીએમમાં રોકડની અછત જોવા મળી રહી છે.

એટીએમમાં રોકડની અછતને લઇને આરબીઆઇ અને કેન્દ્ર સરકાર એકશનમાં આવી ગઇ છે. નોટબંધી બાદ દેશમાં જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તેવું ફરી જોવા મળી રહ્યું છે. એટીએએમ બહાર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જયારે વિશ્લેષકોનું અનુમાન છે કે બેકમાં કેશ ડિપોઝીટનો ફલો ઘટી ગયો છે. લોકો બેંકોમાં કેશ જમા કરાવતા નથી. જયારે બીજી તરફ આરબીઆઇ તરફથી કેશની ડીમાન્ડ પુરી થઇ રહી નથી. બેન્ક જેટલું ડિમાન્ડ કરી રહી છે તેટલા નાણા પણ મળી રહ્યાં નથી.

 

(11:26 am IST)