Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

ફ્રાન્સના ટિમ્બુકટુમાં યુનોના બેઝ ઉપર હુમલોઃ ૧૫ ત્રાસવાદીના મોત

શાંતિ રક્ષક દળોના વેશમાં આવેલઃ ૭ ફ્રેન્ચ સૈનિકો ઘાયલઃ યુનોના ૧ શાંતિરક્ષક જવાનનું મોત

પેરિસ તા. ૧૭ : નોર્ધન માલીના ઐતિહાસિક શહેર ટિમ્બકટુમાં યુનોના બેઝ પરના હુમલામાં આશરે ૧૫ ત્રાસવાદીનાં મોત થયાં હોવાનું ફ્રાન્સના લશ્કરે જણાવ્યું હતું.

 

યુનોના મિનુસ્મા દળના અધિકારીએ જણાવ્યું હતું કે ટિમ્બુકટુ એરપોર્ટના પાડોશમાં આવેલા આંતરરાષ્ટ્રીય શાંતિ રક્ષક દળોના 'સુપર કેમ્પ'પરના કાર બોમ્બ હુમલો, મોર્ટાર અને રોકેટ હુમલામાં શાંતિરક્ષક દળના એક કર્મીનું મોત થયું હતું અને લગભગ એક ડઝન જેટલા કર્મી ઈજા પામ્યા હતા.

ફ્રાન્સે જણાવ્યું હતું કે તેના સાત સૈનિક ઈજા પામ્યા હતા.  કેટલાક હુમલાખોરો જેમની ઓળખ કરવાની બાકી છે, તેઓ શાંતિરક્ષક દળોના વેશમાં આવ્યા હતા.

યુનોના શાંતિરક્ષક દળના વડા જિન-પિઈરરે લાક્રોઈકસ દ્વારા ટ્વિટર પર હુમલાને વખોડી કાઢવામાં આવ્યો હતો અને માલીમાં શાંતિની જાળવણી કરવાની પ્રતિજ્ઞા કરી હતી. ફ્રાન્સના લશ્કરી પ્રવકતા પેટ્રિકસ સ્ટેઈગરે જણાવ્યું હતું કે સૌથી વધુ નુકસાન પહોંચાડવાનો હુમલાખોરોનો પ્રયાસ નિષ્ફળ બનાવાયો હતો. (૨૧.૯)

 

(11:25 am IST)