Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

નરેન્દ્ર મોદીનો ઐતિહાસીક યુરોપ પ્રવાસઃ સ્વીડનમાં ઉષ્માપુર્ણ સ્વાગત

સ્વીડનના વડાપ્રધાને પ્રોટોકોલ તોડી આવકાર્યા : સ્વીડનના રાજા સાથે મુલાકાતઃ દ્વીપક્ષીય કરાર કરાયાઃ સ્વીડન-ઇન્ડિયા બીઝનેસ ડે માં સામેલ થતા મોદીઃ પહેલા ભારત-નોર્દીક સંમેલનમાં ભાગ લેશેઃ કાલે બ્રીટન પહોંચતા અભુતપુર્વ સ્વાગત થશેઃ મહારાણી એલીઝાબેથના અંગત કાર્યક્રમમાં હાજર રહેશેઃ પ્રિન્સ ચાર્લ્સ દ્વારા મોદીના સ્વાગતમાં વિશેષ કાર્યક્રમઃ વડાપ્રધાન થેરે સામે સાથે બે વાર મુલાકાત યોજાશેઃ ઐતિહાસિક વેસ્ટ મિસ્ટર સેન્ટ્રલ હોલમાં સંબોધન કરશે નરેન્દ્રભાઇ

 નવી દિલ્હીઃ તા.૧૭, પાંચ દિવસની વિદેશ યાત્રાના પહેલા ચરણમાં નરેન્દ્રભાઇ મોદી રાત્રે સ્વીડન પહોંચ્યા હતા સ્વીડનના વડાપ્રધાન સ્ટીફન લોવેને એરપોર્ટ ખાતે પ્રોટોકોલ તોડી નરેન્દ્રભાઇનું સ્વાગત કર્યું હોય. સ્વીડનના ઇતિહાસમાં આવુ પહેલી વાર બન્યું કે અન્ય રાષ્ટ્રના રાષ્ટ્રઅધ્યક્ષનું આ રીતે પ્રોટોકોલ તોડીને સ્વાગત કરાયું હતુ. નરેન્દ્રભાઇ ૩૦ વર્ષ પછી સ્વીડન જનાર પહેલા ભારતીય વડાપ્રધાન બન્યા છે. તેમની પહેલા રાજીવ ગાંધી સ્વીડનની મુલાકાતે  ગયા હતા. મોદીની યાત્રા ૧૬થી ૨૦ એપ્રિલ સુધીની છે. જેમા તેઓ સ્વીડનબાદ ઇંગ્લેન્ડ અને જર્મનીની પણ મુલાકાત લેશે.

  સ્ટોકહોમ- આલાન્ડા એરપોર્ટ બાહર નિકળ્યા બાદ નરેન્દ્રભાઇ મોટી સંખ્યામાં હાજર ભારતીય સમુદાયના લોકોને મળ્યા હતા. તેમની સાથે હાથ મીલાવી તેમનો આવકાર સ્વીકાર્યો હતો. નરેન્દ્રભાઇ આજે સ્વીડનના રાજા કાર્લ ૧૬મા ગુસ્તાફ સાથે મુલાકાત કરશે. જેમા સ્વીડીશ વડાપ્રધાન સ્ટીફન સાથે સોગેર્સ્કા થી રોસનબાદ સુધી એક વોક પણ કરનાર છે. જયારે દિવસ દરમિયાન નરેન્દ્રભાઇ  દ્વીપક્ષીય કરાર પણ કરનાર છે.  આ કરાર બાદ બંને દેશોની સયુંકત પ્રેસ કોન્ફરન્સ પણ યોજાશે. કોન્ફરન્સ બાદ નરેન્દ્રભાઇ સીટી હોલ ગોલ્ડન રૂમમાં સ્વીડીશ- ઇન્ડિયા બિઝનેશ ડે માં ભાગ લેશે.

 નરેન્દ્રભાઇની આ યાત્રા દરમિયાન પહેલુ ભારત- નોર્દીક સંમેલન પણ યોજાનાર છે જેમા તેઓ ભાગ લેશે. સંમેલનમાં ડેનમાર્ક, ફિનલેન્ડ, આઇસલેન્ડ, નોર્વે અને સ્વીડનના વડાપ્રધાન સામેલ થશે. તેઓ આ પાંચ દેશોના વડાપ્રધાનો સાથે દ્વીપક્ષીય બેઠક પણ કરશે.

 સ્વીડનનો પ્રવાસ પુર્ણ કરી તેઓ બ્રીટન પણ જશે. અહિંયા તેઓ રાષ્ટ્રમંડલ દેશોના પ્રમુખોના સંમેલન (ચોગમ)માં ભાગ લેશે. આ સંમેલન માટે ફકત નરેન્દ્રભાઇને લીમોઝીન કારમાં સફર કરવાની પરવાનગી મળી છે. યુરોપ જતા પહેલા નરેન્દ્રભાઇએ ટ્વીટ કરેલ કે '' વેપાર, રોકાણ અને સ્વચ્છ ઉર્જા સહિત અલગ- અલગ ક્ષેત્રોમાં સ્વીડન સાથે દ્વીપક્ષીય ભાગીદારી ઉંડી બનાવવા માટે આશાવાદી છું ભારત સ્વીડન વચ્ચે મિત્રતા પુર્ણ સંબધ છે. અમારી ભાગીદારી લોકતાંત્રીક મુલ્યો તથા ખુલા સમાવેશી અને નિયમોના પાયા ઉપર ટકેલ વિશ્વની વ્યવસ્થા પ્રતિ કટીબધ્ધતા ઉપર આધારીત છે.

નરેન્દ્રભાઇ ૨૦ એપ્રિલે જર્મનીમાં રોકાણ કરશે અને ત્યાંના વાઇસ ચાન્સેલર એંન્જલા મોર્કલ સાથે મુલકાત પણ કરનાર છે. તેઓ કાલે બુધવારે  લંડનના ઐતિહાસિક વેસ્ટમિસ્ટર સેન્ટ્રલ હોલ જશે.  જયાં તેઓ '' ભારત કી બાત સબકે સાથ'' કાર્યક્રમમાં ભાગ લેશે. નરેન્દ્રભાઇ સોશ્યલ મીડીયા ઉપર સવાલોના જવાબ પણ આપશે. જેને યુરોપ ઇન્ડિયા ફોરમે આયોજીત કર્યો છે. વેસ્ટરમિસ્ટર હોલમાં મહાત્મા ગાંધી ૧૯૩૧માં ગયા હતા. ત્યારે આ હોલને મૈથોડિસ્ટ સેન્ટ્રલ હોલના નામે ઓળખવામાં આવતો હતો.

 એક ચર્ચા મુજબ ઇંગ્લેન્ડના મહારાણી એલીઝાબેથ કોમનવેલ્થ ગેમ્સના અધ્યક્ષ પદેથી દુર થવા માંગે છે. કોમનવેલ્થનું પ્રમુખ પદ વારસાગત ન હોવાથી ભારત આ મોટી ભુમિકા નિભાવવાની તૈયારીમાં છે. નરેન્દ્રભાઇના આ પ્રવાસીથી જો કોમનવેલ્થમાં ભારતને પ્રતિનિધીત્વ મળે તો એક ઇતિહાસ રચાશે. બ્રિટનના પ્રવાસ દરમિયાન કોમનવેલ્થ હેડ્સ ઓફ ગર્વમેન્ટ મીંટીગમાં ૫૨ દેશના પ્રતિનિધિઓમાંથી નરેન્દ્રભાઇ એક માત્ર વડાપ્રધાન છે  જેને દ્વીપક્ષીય વાતચીત માટે આમંત્રણ અપાયું  છે.

નરેન્દ્રભાઇનું બ્રિટનમાં અભુતપુર્વ સ્વાગત કરવામાં આવનાર હોવાનું એક વરિષ્ઠ બ્રીટીશ અધિકારીએ જણાવ્યું હતુ. બ્રિટીશ વડાપ્રધાન થેરેસા મે  સાથે નરેન્દ્રભાઇ બુધવારે એક નહિં પણ બે મીટીંગો કરશે. પ્રથમ બંને નેતાઓ ૧૦ ડાઉનીંગ સ્ટ્રીટ ખાતે પરસ્પર હિત, સીમા ઉપર આતંકવાદ, વીઝા અને પ્રવાસીઓના મુદ્દા ઉપર ચર્ચા કરશે. ત્યારબાદ તેઓ લંડનના સાઇન્સ મ્યુઝીયમ પણ જશે. જયાં તેઓ વિજ્ઞાન અને નવાચારના પાંચ હજાર વર્ષ નામની પ્રદર્શની નિહાળશે અને ભારતીય મુળના તથા અન્ય વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરશે. ત્યાર બાદ કરાર મુજબ બનેલ આર્યુંવૈદીક સેન્ટર ઓફ એકસીલેન્સને લોંચ કરશે.

 બ્રિટન ખાતે નરેન્દ્રભાઇ વિશ્વના એવા ત્રણ નેતાઓમાં સામેલ થઇ જશે. કે જેઓ મહારાણી એલીઝાબેથના અંગત કાર્યક્રમમાં ભાગ લીધો હોય. નરેન્દ્રભાઇના સ્વાગત માટે પ્રિન્સ ચાર્લ્સે પણ એક કાર્યક્રમનું આયોજન કયુંર્ છે. જેમા તેઓ ટાટા મોટર્સની  પહેલી ઇલેકટ્રીક જેગુઆર કાર ચલાવશે. આ પ્રોજેકટ ભારત - યુકેના ટેકનીકલ સહયોગનું પ્રતિક છે. (૪૦.૩)

(4:03 pm IST)