Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

રાયબરેલીમાં સમરોગણઃ સોનિયાને હંફાવવા શાહ - યોગી મેદાને

ભાજપની ૨૧મીએ પ્રચંડ રેલી પૂર્વે સોનિયાજી આજે રાયબરેલીમાં: રાહુલ પણ પહોંચશેઃ મહાસંગ્રામના એંધાણઃ ભાજપ મોટી તોડફોડના મૂડમાં

લખનૌ તા. ૧૭ : રાયબરેલીના સાંસદ અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધી રાયબરેલીની મુલાકાતે પહોંચશે. આજે સાંજે તેઓ રાયબરેલીના ફુરસતગંજ એરપોર્ટ પરથી સીધા જ ગેસ્ટ હાઉસ પહોંચશે. જેના પગલે અહીં તમામ તૈયારીઓને આખરી ઓપ પણ આપી દેવાયો છે.

રાહુલ ગાંધી પણ આજે અમેઠીની બે દિવસીય મુલાકાત પૂરી કરી ગેસ્ટ હાઉસ પહોંચશે. જયાં રાહુલ ગાંધી માતા સોનિયા ગાંધી સાથે કલેકટ્રેટ બચત ભવનમાં યોજાશે. આ બેઠકમાં ભાગ લેશે. તો આ અઠવાડિયાની અંદર કેદ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ અમેઠીની મુલાકાત લીધી છે.

સુત્રોનું માનીએ તો અમેઠીમાં સંગઠનને મજબૂત કરવા માટે રાહુલ ગાંધી જલ્દી મહત્વના ફેરફાર કરવાના છે. રાહુલ ગાંધી ૨૦૧૯દ્ગક લોકસભા ચૂંટણી પહેલા કાર્યકર્તાઓની નસ પારખવા સાથે સાથે દેખરેખ સમિતીની બેઠકમાં ભાગ લેશે. શ્રીમતિ સોનિયા ગાંધીની આ મુલાકાત એટલા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કે રાયબરેલીમાં લગભગ ૨૧મી એપ્રિલે ભાજપની એક મોટી જનસભા યોજાવા જઈ રહી છે.

એવું પણ જાણવા મળ્યું છે કે, આ જનસભામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ, સૂબેના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત કેટલાંક મોટા નેતા અને દિગ્ગજો હાજર રહેશે. આ જનસભામાં પંચવટીના ત્રણ ભાઈ, એમએલસી, ધારાસભ્યો અને જિલ્લા પંચાયત અધ્યક્ષ કોગ્રેસથી છેડો ફાડીને ભાજપમાં સામેલ થશે. જેથી આ મુલાકાત દ્વારા શ્રીમતિ સોનિયા ગાંધી જનાત સાથે સંવાદ કરશે અને બેઠકમાં ભાગ લેશે.(૨૧.૬)

(10:11 am IST)