Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

પાકિસ્તાનની હાઇકોર્ટનો નવાઝ શરીફની એન્ટી-જ્યુડિશિયરી ટિપ્પણી પ્રસારિત કરવા પર પ્રતિબંધ

લાહોર તા. ૧૭ : લાહોરની હાઈ કોર્ટે પાકિસ્તાન મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટી (પીઈએમઆરએ)ને પદભ્રષ્ટ વડા પ્રધાન નવાઝ શરીફ, તેમની પુત્રી મરિયમ નવાઝ અને તેમના સાથીઓની જયડિશિયરી વિરોધી ટિપ્પણીનું ટીવી ચેનલો પરથી પ્રસારણ કરવા પર પંદર દિવસની બંધી લાગુ કરી હતી.

જસ્ટિસ મઝહિર અલિ નકવીના વડપણ વાળી બેન્ચે પણ પીઈએમઆરએને કથિત અનાદર કરતી ટિપ્પણી કે મતના સંદર્ભમાં પેન્ડિંગ ફરિયાદ અંગે પંદર દિવસમાં નિર્ણય લેવાનો અને આધારભૂત માળખુ તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો.

તેમણે જણાવ્યું કે હાઈ કોર્ટે પીઈએમઆરએને ટીવી પરની આવી ટિપ્પણીઓ પર સઘન દેખરેખ રાખીને પંદર દિવસ પછી રિપોર્ટ સુપરત કરવાનો આદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે બેન્ચે આ મામલે કોર્ટના અધિકારક્ષેત્રને પડકારતી અરજી ફગાવી દીધી હતી.

પનામા પેપર્સ કેસના સંદર્ભમાં ભ્રષ્ટાચારના ત્રણ કેસ ૬૮ વર્ષના શરીફ સામે ભ્રષ્ટાચારને લગતા કેસની કોર્ટમાં ચાલે છે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ગયા વર્ષના જુલાઈમાં શરીફને ગેરલાયક ઠરાવતાં શરીફને હોદ્દા પરથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. પાકિસ્તાનના સૌથી શકિતશાળી રાજકીય પરિવાર અને પીએમએલ-એનના વડા શરીફનું ભાવિ અધ્ધરતાલ છે. તેમને જો દોષી ઠરાવાશે તો તેમણે જેલમાં જવું પડશે.(૨૧.૫)

(10:10 am IST)