Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

વોટ્સએપમાં ડીલીટ થયેલ ફોટો-વિડિઓ ફરી ડાઉનલોડ કરી શકાશે :યુઝર્સને મળશે નવી સુવિધા

વોટ્સએપમાં ડીલીટ થયેલ ફોટો કે વિડિઓ હવે ફરીવાર સ્ટોર કરી શકાશે હવે ટ્સએપ પર જો કોઈ મીડિયા ફાઈલ ભૂલથી ડિલીટ  થઈ ગયેલી ફાઈલ ફરી રીસ્ટોર કરવામાં આવે. હવે વોટ્સએપ પોતાના યુઝર્સને સુવિધા આપવા જઈ રહી છે.

    હવે WhatsApp યુઝર્સ ડિલીટ કરાયેલા ફોટો, વીડિયો વગેરે ફાઈલ ડાઉનલોડ કરી શકશે. પહેલા કંપની વોટ્સએપ પર શૅર કરાયેલા ફોટો, GIFs, વીડિયો, ડોક્યૂમેન્ટ, ઓડિયો ક્લિપ વગેરેને પોતાના સર્વર પર 30 દિવસ સુધી સ્ટોર કરીને રાખતી હતી પરંતુ થોડા દિવસો પહેલા વોટ્સએપે આવું કરવાનું બંધ કર્યું હતું. હવે કંપનીએ ફરીથી સર્વર પર ડેટા સ્ટોર કરવાનું ચાલું કર્યું છે.

    ફીચર યુઝર્સને WhatsAppના એન્ડ્રોઈડ અપડેટ 2.18.113માં મળશે. અત્યાર સુધીમાં દરેક યુઝર્સને અપડેટ મળી નથી. જો તમને પણ અપડેટ નથી મળ્યું તો થોડી રાહ જોવી પડશે. સૌથી પહેલા પોતાની એપ્લિકેશનને અપડેટ કરો. હવે વોટ્સએપના સેટિંગ્સમાં જઈને નીચે આવતાં હેલ્પ ઓપ્શનને સિલેક્ટ કરો. ઓપ્શન સિલેક્ટ કરતાં નવા ઓપ્શન સામે આવશે. હવે એપ ઈન્ફો પર ક્લિક કરો. અહિ ક્લિક કરીને તમે જોઈ શકો છો કે તમે વોટ્સએપનું કયું વર્ઝન વાપરો છો.

   જો તમે પણ ડિલીટ થયેલા ફોટો, વિડીયો, ઓડિયો ફાઈલ અને ડોક્યુમેન્ટ ફરીથી ડાઉનલોડ કરવા ઈચ્છો છો તો ચેટમાં જાઓ જે ચેટની મીડિયા ફાઈલ તમારે ડાઉનલોડ કરવાની છે. તે યુઝરના નામ પર ટેપ કરો. હવે યુઝરના નામ નીચે Media લખેલું દેખાશે. અહિ તે ફાઈલ પણ જોવા મળશે. જે તમે ડિલીટ કરી છે. હવે જે ફાઈલને ડાઉનલોડ કરવા ઈચ્છો છો તે ફાઈલ ડાઉનલોડ કરી લો.

એન્ડ્રોઈડ યુઝરને સુવિધા જલદી મળશે પરંતુ ફીચરનો લાભ લેવા માટે એપલ યુઝર્સને હજુ થોડી વધારે રાહ જોવી પડશે. ફીચરની મદદથી યુઝર્સ બે મહિના કરતાં વધારે જૂની ફાઈલોને પણ ડાઉનલોડ કરી શકશે.

(12:03 am IST)