Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

યુ.એસ.માં ૫ એપ્રિલ ૨૦૧૮ થી લાપતા ઇન્‍ડિયન અમેરિકન પરિવારની મહિલા સૌમ્‍યાનો મૃતદેહ મળી આવ્‍યોઃ પોર્ટલેન્‍ડથી સાન જોસ મુકામે કારમાં પરત આવતી વખતે રસ્‍તામાં ભારે વરસાદ તથા નદીના પૂરમાં પરિવાર ગરક થઇ ગયાની શંકાને અનુમોદન

કેલિફોર્નિયાઃ યુ.એસ.ના સાઉધર્ન કેલિફોર્નિયા સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન પરિવાર પાંચ એપ્રિલ ૨૦૧૮થી લાપતા હતો. જેમાં ૪૨ વર્ષીય સંદીપ થોટાપિલ્લી, તથા તેમના પત્‍ની ૩૮ વર્ષીય સૌમ્‍યા થોટાપિલ્લી, તથા તેઓના બે બાળકો ૧૨ વર્ષીય પુત્ર વિધ્‍ધાંત અને ૯ વર્ષીય પુત્રી સાચીનો સમાવેશ થતો હતો.

આ પરિવાર પોર્ટલેન્‍ડથી સાન જોસ મુકામે પરત આવી રહ્યો હતો ત્‍યારે રસ્‍તામાં સખત વરસાદ અને નદી હોવાથી ગૂમ થઇ ગયો હતો. જેમની કાર રસ્‍તામાં આવતી એલ રિવરમાં તણાઇ ગઇ હોવાનું અનુમાન હતું.

અંતે આ અનુમાનને પુષ્‍ટિ મળી રહી હોવાનું જાણવા મળે છે. જે મુજબ ૧૩ એપ્રિલ ૨૦૧૮ના રોજ મેન્‍ડિકોનો કાઉન્‍ટી શેરીફની ઓફિસના જણાવ્‍યા મુજબ એક પુખ્‍ત વળની મહિલાનો મૃતદેહગ એલ રિવરના પ્રવાહમાંથી મળી આવ્‍યો છે. જો કે તેની ઓળખ બાકી છે. પરંતુ આ મૃતદેહ ગૂમ થયેલા થોટાપિલ્લી પરિવારની ૩૮ વર્ષીય સૌમ્‍યાનો હોઇ શકે છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:05 pm IST)
  • કબરમાંથી સદ્દામનો મૃતદેહ ગાયબ : ઇરાકના પૂર્વ સતાધીશ સદ્દામ હુસૈનને અલ-અજવા ગામમાં દફનાવ્યા હતા : આજે ત્યાં કોઇ અવશેષ નથી : ૩૦ ડિસે. ર૦૦૬ના દિને દફત થયુ હતું : ઉલ્લેખનીય છે કે, શિયા સમુદાય અહીં સદ્દામનું સ્થાનક બને તેમ ઇચ્છતો ન હતો : ઝીન્યુઝીનો અહેવાલ access_time 11:22 am IST

  • આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ચારા કૌભાંડમાં સજા કાપી રહેલા લાલૂ યાદલ માટે ચૂંટણી પંચે તેની પાર્ટી વિરૂદ્ધ નોટિસ જારી કરતા પાર્ટીની માન્યતા રદ્દ કરવાની ચેતવણી આપી છે. મહત્વનું છે કે, આરજેડીએ વર્ષ 2014/15નું પાર્ટીનો ઓડિટ રિપોર્ટ ચૂંટણી પંચમાં જમા કરાવ્યો નથી. access_time 4:00 am IST

  • મહેબુબા મુફ્તી સરકારમાંથી ભાજપના તમામ મંત્રીઓએ રાજીનામાં આપ્યા :ભાજપ મોટાપાયે પુન :રચના કરવા જઈ રહયું છે :ભાજપે કહ્યું કે સરકાર ઉપર કોઈ ખતરો નથી :કેબિનેટમાં ફેરફાર થઇ રહ્યાં છે access_time 10:53 pm IST