News of Monday, 16th April 2018

મક્કા મસ્જિદના બ્લાસ્ટના દિવસે ૩ બોમ્બ પણ મળ્યા

બ્લાસ્ટ વેળા પાંચ હજાર લોકો મસ્જિદમાં હતાઃ બપોરે મોબાઇલ મારફતે બ્લાસ્ટ થતાં અંધાધુંધી ફેલાઈ

હૈદરાબાદ,તા. ૧૬: હૈદરાબાદમાં ઐતિહાસિક મક્કા મસ્જિદમાં ૧૮મી મે ૨૦૦૭ના દિવસે બપોરે શુક્રવારના દિવસે નમાઝ વેળા બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. મોબાઇલ સુચન પર આધારિત પાઈપ બોમ્બથી આ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. બ્લાસ્ટ થયો ત્યારે મસ્જિદમાં પાંચ હજાર લોકો હતા. આ બોમ્બ મસ્જિદમાં સંગમરમરની બેંચની નીચે ગોઠવવામાં આવ્યો હતો. બ્લાસ્ટમાં નવ લોકોના મોત થઈ ગયા હતા અને ૫૮ લોકો ઘાયલ થયા હતા. બ્લાસ્ટ બાદ હિંસક પ્રદર્શન થયા હતા જેમાં કેટલાક લોકોના મોત પોલીસ ગોળીબારમાં થયા હતા. તપાસ કરવામાં આવતા મક્કા મસ્જિદમાં બીજા ત્રણ બોમ્બ મળી આવ્યા હતા. જે પૈકીના બે બોમ્બ વજુખાનાની નજીક મળ્યા હતા અને એક બોમ્બ મસ્જિદની દિવાલ નજીક મળી આવ્યો હતો.  આ મામલામાં હિંદુ આંતકવાદી સંગઠનને લઈને આક્ષેપબાજી બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી. શરૂઆતમાં હિંદુ ત્રાસવાદીની સંડોવણી હોવાનો આક્ષેપ થતા દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો. બ્લાસ્ટ કેસમાં અસીમાનંદ હાલમાં જામીન પર હતા. કોર્ટે આજે તમામને જામીન આપી દીધા હતા. જોકે તેમના ઉપર કેટલીક શર્તો મુકવામાં આવી છે. શરૂઆતમાં આ કેસમાં સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ આ કેસને સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો. સીબીઆઈએ આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ૨૦૧૧માં આ કેસ સીબીઆઈ પાસેથી લઈને એનઆઈએને સોંપાયો હતો. દસ લોકો આમા આરોપી તરીકે હતા. જેમાં કેટલાક હિંદુ સંગઠન સાથે સંબંધ હોવાની વાત થઈ હતી. રાજસ્થાન કોર્ટે થોડાક સમય પહેલા એક મહત્વનો ચુકાદો આપ્યો હતો જેમાં અજમેર દરગાહ કેસમાં ગુપ્તા અને અન્યોને કારાવાસની સજા કરવામાં આવી હતી.

કોણ કોણ નિર્દોષ.....

મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસમાં આજે ચુકાદો આપવામાં આવ્યો હતો. કયા કયા આરોપી નિર્દોષ છુટ્યા છે તે નીચે મુજબ છે.

   સ્વામી અસીમાનંદ ઉર્ફે નાબાકુમાર સરકાર (નિર્દોષ)

   ભરત મોહનલાલ રાતેશ્વર ઉર્ફે ભરતભાઈ (નિર્દોષ)

   રાજેન્દ્ર ચૌધરી (નિર્દોષ)

   દેવેન્દ્ર ગુપ્તા (નિર્દોષ)

   લોકેશ શર્મા (નિર્દોષ)

(7:53 pm IST)
  • વડોદરાના બહુચર્ચિત ભટનાગર બંધુઓની ધરપકડ : વડોદરામાં રૂ. 2654 કરોડના કૌભાંડમાં પિતા સુરેશ ભટનાગર અને બન્ને ભાઈઓ અમિત - સુમિત ભટનાગરની ધરપકડ : રાજસ્થાનના ઉદયપુરથી કરાઈ ત્રણેયની ધરપકડ : CBI અને ATSનું સંયુક્ત સફળ ઓપરેશન access_time 12:34 am IST

  • સુરતમાં બાળકીના રેપ & મર્ડર કેસમાં પોલીસને આંશિક સફળતા મળી હોય તેમ લાગી રહ્યું છે. આંધ્ર પ્રદેશના દંપતિએ આ 11 વર્ષની બાળકી પોતાની દીકરી હોવાનો દાવો કર્યો છે. જોકે પોલીસે ખાતરી માટે પિતાના અને બાળકીના DNA સેમ્પલ લઈને તપાસ માટે મોકલી દીધા છે. access_time 10:17 pm IST

  • કબરમાંથી સદ્દામનો મૃતદેહ ગાયબ : ઇરાકના પૂર્વ સતાધીશ સદ્દામ હુસૈનને અલ-અજવા ગામમાં દફનાવ્યા હતા : આજે ત્યાં કોઇ અવશેષ નથી : ૩૦ ડિસે. ર૦૦૬ના દિને દફત થયુ હતું : ઉલ્લેખનીય છે કે, શિયા સમુદાય અહીં સદ્દામનું સ્થાનક બને તેમ ઇચ્છતો ન હતો : ઝીન્યુઝીનો અહેવાલ access_time 11:22 am IST