Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

ઉંદરોના કારણે આગ્રાનું બિલ્ડિંગ ધરાશાયીઃ જુના વિસ્‍તારોમાં ઉંદરોનો ભારે ત્રાસ

આગરાઃ મહાકામેશ્વરના મંદિર પાસે એવી કેટલીય બિલ્ડિંગ્સ છે જે ઉંદરોને કારણે પરેશાન હોય. વિસ્તારોમાં વ્યાપારી વર્ગની કેટલીય બિલ્ડિંગ્સ છે. અહીં હંમેશાથી ઉંદરનો ત્રાસ વધુ છે. છેલ્લા કેટલાક સમયથી ઉંદરોની વસતીમાં પણ વધારો થયો છે. બિલ્ડિંગ પડવાનું મુખ્ય કારણ હતું કે ઉંદરોએ વર્ષોથી બિલ્ડિંગમાં દર બનાવી રાખ્યા હતાં. જેને કારણે બિલ્ડિંગનો પાયો નબળો પડી ગયો હતો.

શનિવારે આગ્રામાં ભારે વરસાદ થયો હતો. જેને કારણે વરસાદનું પાણી ઘરની નીચે બનેલાં દરમાં ઘૂસી ગયું હતું. કમજોર પાયામાં પાણી ઘૂસવાથી ખતરો હોવાનો બિલ્ડિંગના માલિક સુધીર કુમાર વર્માને પહેલેથી અંદાજો થઇ ગયો હતો. જેથી તેમણે પરિવાર સહિત ઘર ખાલી કરી દીધું હતું. કેટલાક કલાકો બાદ બિલ્ડિંગ જમીનદોસ્ત થઇ ગઇ હતી. ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ હતી અને આગની જેમ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થઇ ગયો.

વર્મા જણાવી રહ્યા છે કે, ‘બિલ્ડિંગના પાયાને નુકસાન થતાં બચાવવા માટે અને ઉંદરોથી છૂટકારો મેળવવા માટે બહુ પ્રયત્નો કર્યા પણ કંઇ કામ આવ્યું. તાજેતરમાં થયેલ વરસાદ અને તેજ પવનોને કારણે દિવાલોમાં પણ તીરાડો પડી ગઇ હતી. અમને ખ્યાલ આવી ગયો હતો કે ખતરનાક સ્થિતિ છે પણ આવી રીતે બિલ્ડિંગ પડી જશે તે અંદાજો પણ હતો.’ આગરાના મેયર નવીન જૈને કહ્યું કે, શહેરના જૂના વિસ્તારોમાં ઉંદરોની મોટી સમસ્યા છે અને ઘરોના પાયા નબળા થઇ ગયા છે. સમસ્યાના સમાધાન માટે કાઉન્સલર્સ અને અધિકારીઓને મળીશ.

(7:28 pm IST)
  • આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ચારા કૌભાંડમાં સજા કાપી રહેલા લાલૂ યાદલ માટે ચૂંટણી પંચે તેની પાર્ટી વિરૂદ્ધ નોટિસ જારી કરતા પાર્ટીની માન્યતા રદ્દ કરવાની ચેતવણી આપી છે. મહત્વનું છે કે, આરજેડીએ વર્ષ 2014/15નું પાર્ટીનો ઓડિટ રિપોર્ટ ચૂંટણી પંચમાં જમા કરાવ્યો નથી. access_time 4:00 am IST

  • અમદાવાદના આંબાવાડી વિસ્તારના આંબેડકર નગરમાં મોડી રાત્રે યુવતીની છેડતી બાબતે જૂથ અથડામણને પગલે ભયનો માહોલ છવાઈ ગયો હતો. સામસામે આવી ગયેલા બે જૂથોએ વાહનોને આગ પણ ચાંપી દીધી હતી. ટોળાએ ફાયરબ્રિગેડ અને પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. જેમાં ફાયરબ્રિગેડનો એક કર્મચારી ઘાયલ થયો હતો. ટોળાને વિખેરવા માટે પોલીસને ટીયરગેસના સેલ છોડવા પડ્યા હતા. access_time 4:00 am IST

  • કાશ્મીરમાં શંકરાચાર્યજીના સ્થાનક શારદા પીઠની અવદશા : પાકિસ્તાન કબ્જા હેઠળના કાશ્મીરમાં આવેલ નીલમ વેલીમાં શંકરાચાર્યજીની મૂળ પીઠ મનાતી શારદા પીઠના અવશેષોની હાલત જોઈ કોઈપણ હિન્દુનો જીવ ઉકળી ઉઠે છે, ચીનના બૌદ્ધ સાધુ શીયાન ઝેંગે ૭મી સદીમાં આ ભવ્ય સ્થળની મુલાકાત લઈ નોંધ લખી છે, ઈન્ડીયાહીસ્ટ્રીપીકના ટ્વીટર હેન્ડલ ઉપર આ વિગતો મુકાયેલ છે access_time 12:50 pm IST