Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

ઉન્‍નાવ અને કઠુઆની ઘટના બાદ દેશની દિકરીઓની સુરક્ષા ઉપર મોટા સવાલઃ કેરળમાં નવજાત બાળાને શૌચાલયમાં ફેંકી દીધીઃ મૃતદેહ મળ્યો

નવી દિલ્હી: ઉન્નાવ અને કઠુઆની ઘટના પછી આજે જ્યારે દેશભરમાં દીકરીઓની સરુક્ષા પર સવાલ ઉઠી રહ્યા છે ક્યારે કેરળમાંથી પણ એક ઘટના સામે આવી છે. અહીં એક નવજાત બાળકીને હોસ્પિટલના શૌચાલયમાં ફ્લશ કરી દેવામાં આવી.

ટોઈલેટનું કમોડ જામ થઈ જવાને કારણે પ્લમ્બરને બોલાવવામાં આવ્યો ત્યારે તેમાંથી 2 દિવસની નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો. પલક્કડ જિલ્લામાં પોતાના ઘર પાસે એક ક્લિનિક ચલાવનારા ડોક્ટર અબ્દુલ રહમાને શુક્રાવરના રોજ સવારે જોયું કે ટોઈલેટ જામ છે, માટે તેમણે પ્લબમ્બરને બોલાવ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે પ્લમ્બર ટોઈલેટને અનબ્લોક કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો તેના હાથમાં કોઈ ગોળાકાર વસ્તુ આવી. તેણે બહાર ખેંચવાનો પ્રયત્ન કર્યો તો તેણે જોયું કે તે બાળકનું માથુ હતુ. પોલીસને શંકા છે કે તેના માતા-પિતા કન્સલ્ટ કરવા માટે ક્લિનિક લઈને આવ્યા હશે, પણ શૌચાલયમાં ફ્લશ કરી દીધી.

પોલીસના જણાવ્યા અનુસાર, ડોક્ટરે એક ફરિયાદ દાખલ કરી છે. તપાસ ચાલી રહી છે. પોલીસ દરેક પેશન્ટનો રેકોર્ડ ચેક કરી રહી છે, પરંતુ હજી સુધી માતા-પિતાની ઓળખ નથી થઈ શખી. દરમિયાન બાળકીના શરીરને પોસ્ટમોર્ટમ માટે ત્રિશૂર મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યો છે.

(7:25 pm IST)