Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

ર૬મીએ બિહાર વિધાન પરીષદની ૧૧ સીટો માટે ચુંટણીઃ નિતીશ કુમાર ઉપમુખ્‍યમંત્રી સુશીલકુમાર મોદી સહિત ૪ ઉમેદવારો મેદાનમાં: જુદા જુદા પક્ષોના પણ ઉમેદવારો ચુંટણી જંગમાં

પટના: બિહાર વિધાન પરિષદની 11 સીટો માટે 26 એપ્રિલના રોજ યોજાનાર દ્વિવાર્ષિક ચૂંટણી માટે જેડીયૂ અને ભાજપની દ્વારા મુખ્યમંત્રી નીતીશ કુમાર અને ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી સહિત ચાર ઉમેદવાર મેદાનમાં છે તો બીજી તરફ પ્રેમ ચંદ્વ મિશ્રાને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જેડીયૂના પ્રદેશ અધ્યક્ષ વશિષ્ઠ નારાયણ સિંહે જણાવ્યું કે બિહાર વિધાન પરિષદના દ્વિવાર્ષિક ચૂંટણી માટે તેમની પાર્ટી તરફથી રાષ્ટ્રીય અધ્યક્ષ નીતીશ કુમાર, રામેશ્વર મહતો અને ખાલિદ અનવર ઉમેદવાર હશે. ખાલિદ અનવર એક ઉર્દૂ દૈનિકના એડિટર છે. જેડીયૂએ પાર્ટીના પૂર્વ પ્રવક્તા અને વિધાન પરિષદ સંજય સિંહ તથા ચંદેશ્વર પ્રસાદ ચંદ્રવંશીને ફરીથી ઉમેદવાર બનાવ્યા નથી.

ભાજપે ચૂંટણી માટે ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી, સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડેય અને પૂર્વ કેંદ્રીય મંત્રી સંજય પાસવારને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે જ્યારે કોંગ્રેસ તરફથી પ્રેમચંદ મિશ્રને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

વિધાન પરિષદની 11 સીટો જેના માટે ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 16 એપ્રિલ છે. આરજેડી તરફથી પૂર્વ મુખ્યમંત્રી અને પાર્ટી પ્રમુખ લાલૂ પ્રસાદની પત્ની રાબડી દેવી, આરજેડીના પ્રદેશ અધ્યક્ષ રામચંદ્ર પુર્વે, ખુર્શીદ મોહસિન અને સંતોષ માંઝીએ 13 એપ્રિલના રોજ ઉમેદવારી પત્ર દાખલ કરી દીધું હતું. બિહાર વિધાન પરિષદની ચૂંટણી માટે ઉમેદવારી પત્રની ચકાસણી 17 એપ્રિલના રોજ થશે જ્યારે ઉમેદવારી પત્ર પરત લેવાની અંતિમ તારીખ 19 એપ્રિલ છે.

બિહારની પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને આરજેડીના બે અન્ય નેતા 26 એપ્રિલના રોજ યોજાનારી વિધાન પરિષદની ચૂંટણી માટે ઉમેદવારી નોંધવી કરી ચૂક્યા છે. આરજેડી ઉપાધ્યક્ષ રાબડી દેવીએ પોતાના પુત્ર તેજ પ્રતાપ યાદવ અને તેજસ્વી યાદવ અને અન્ય નેતાઓની હાજરીમાં ઉમેદવારી પત્ર દાખલ કર્યું હતું. આરજેડીના રાજ્ય અધ્યક્ષ રામચંદ્વ પૂર્વે અને વરિષ્ઠ નેતા ખુર્શીદ મોહસિન પણ ઉમેદવારી પત્ર દાખલ કરી ચૂક્યા છે. પૂર્વ મુખ્યમંત્રી અને હિંદુસ્તાની આવાસ મોર્ચાના પ્રમુખ જીતન રામ માંઝીના પુત્ર સંતોષ માંઝી પણ ફોર્મ ભરી ચૂક્યા છે. એચએમ હાલમાં આરજેડી છોડીને આરજેડી નીત મહાગઠબંધનમાં સામેલ થયા હતા. મુખ્યમંત્રી નીતીશ કુમાર, રાબડી દેવી, ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી અને સ્વાસ્થ્યમંત્રી મંગલ પાંડેનો કાર્યકાળ મે મહિનામાં સમાપ્ત થઇ રહ્યો છે.

(7:22 pm IST)