Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

નરેન્દ્રભાઈ ૫ દવસના યુરોપ પ્રવાસે : સ્વિડન - બ્રિટન જશે

લંડન 'ભારત કી બાત - સબ કે સાથ' કાર્યક્રમમાં લોકોને સંબોધન : વાતચીત : કોમનવેલ્થ વડાઓને મળશે : અભૂતપૂર્વ માન અપાશે : ૨૦૦૯ પછી જનાર પ્રથમ વડાપ્રધાન

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમની યુરોપ યાત્રા માટે રવાના થવાના છે. ૫ દિવસની વિદેશ યાત્રામાં વડાપ્રધાન મોદી સ્વીડન અને બ્રિટનની મુલાકાત કરશે

બ્રિટનની તેમની આ યાત્રા ખાસ હશે. તેઓ સ્વીડનથી મંગળવારે રાતે લંડન પહોંચશે. અહીં મોદી કોમનવેલ્થ સમિટમાં ભાગ લેશે. તેઓ બુધવારે ઐતિહાસિક સેન્ટ્રલ હોલ વેસ્ટમિંસ્ટરમાં ભારતીયોની સાથે જ દુનિયાના લોકો સાથે શ્નપ્રક્નજીદ્બઙ્ગક બાત, સબકે સાથે' કાર્યક્રમને સંબોધિત કરશે.

લંડનમાં મોદીનો કાર્યક્રમ 'મહાત્મા ગાંધી' અને માર્ટિન લ્યૂથર કિંગ જેવા નેતાઓના પગલે થશે. તેને યુરોપ ઈન્ડિયાનું ફોરમ આયોજિત કરી રહ્યું છે. તેનું સમગ્ર દુનિયામાં પ્રસારણ કરવામાં આવશે. સેન્ટ્રલ હોલ વેસ્ટમિંસ્ટર કાર્યક્રમમાં મોદી સમગ્ર દુનિયાના લોકો સાથે સોશિયલ મીડિયા દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબ આપશે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કોમનવેલ્થ સમિટમાં આવનાર ૫૨ દેશોના પ્રમુખોમાં માત્ર મોદી વડાપ્રધાન છે. તેમને જ માત્ર ત્યાં લિમોઝીન કારમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. અન્ય દેશોના નેતા સમિટ દરમિયાન કોચ બસથી મુસાફરી કરશે. ૨૦૦૯ પછી કોમનવેલ્થ સમિટમાં ભાગ લેનારા નરેન્દ્ર મોદી પહેલાં ભારતીય પીએમ હશે.

નરેન્દ્રભાઈ મોદી અને બ્રિટનના વડાપ્રધાન થેરેસા વચ્ચે દ્વીપક્ષીય વાતચીત થશે. બંને વડાપ્રધાન બીજી વખત એક ઈવેન્ટમાં મળશે. આ ઈવેન્ટ મોદી માટે આયોજિત કરવામાં આવી છે.

- તે સાથે જ મોદી તે ત્રણ નેતાઓમાં એક જ છે જેમને બંકિધમ પેલેસમાં મહારાણી એલિઝાબેથ સાથે અંગત મુલાકાત માટે આમંત્રણ આપ્યું છે. રાષ્ટ્રમંડળ સરકારની બેઠકમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહિદ ખકાન અબ્બાસી અને રાષ્ટ્રપતિ મમનૂન હુસૈન પણ સામેલ થશે.

વિદેશ પ્રવાસે જતા પહેલાં વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, તેઓ વેપાર, રોકાણ અને સ્વચ્છ ઉર્જા સહિત વિવિધ દેશો વચ્ચે દ્વીપક્ષીય ભાગીદારી વધારવાનો પ્રયત્ન કરશે. મોદીએ ફેસબુક પર લખ્યું છે કે, ભારત અને સ્વીડન વચ્ચે મિત્રતાના સંબંધો છે.

ભારત માટે ગર્વની વાત છે કે લંડનમાં ચાલતી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના વડાપ્રધાનને આટલું સન્માન મળે. ૨૦૦૯ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોમનવેલ્થ ગેમ્સમાં જનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન બનશે. શ્રી નરેન્દ્રભાઇને બકિંગમ પેલેસ આવવા માટે લંડનના મહારાણીએ આમંત્રણ આપ્યું છે.

વિશ્વમાં ઓળખ બનાવવા માટે ભારત કોમનવેલ્થ ગેમ્સમાં મહત્વની ભૂમિકા ભજવવા તૈયાર થઇ ગયું છે. ૫૩ દેશોના કોમનવેલ્થમાં ચીનની ગેરહાજરીને લઇને કોમનવેલ્થ સમિટમાં ભારત પાસે એક તક છે તે મજબુત પ્રતિનિધિ તરીકે સામે આવી નેતૃત્વ કરે. (૩૭.૧૫)

(3:58 pm IST)
  • મધ્યપ્રદેશમાં જાનૈયાને લઇ જતો મીની ટ્રક સોનનદીમાં 100 ફૂટ ઊંડે ખાબકતા 20ના મોત ;30 ઘાયલ :સીધી જિલ્લામાં દુર્ઘટના:સોનનદીના પુલનું ડિવાઈડર તોડીને ટ્રક ખાબક્યો :જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા :રાહત-બચાવકાર્ય શરૂ :મીની ટ્રક જિલ્લાના બાહરી થાણા ક્ષેત્ર અમેલિયા નજીક પુલ પરથી 100 ફૂટ ઊંડે પડ્યો :ગેસ કટરથી કાપીને ફસાયેલ લોકોને બહાર કાઢયા access_time 1:42 am IST

  • વડોદરાના બહુચર્ચિત ભટનાગર બંધુઓની ધરપકડ : વડોદરામાં રૂ. 2654 કરોડના કૌભાંડમાં પિતા સુરેશ ભટનાગર અને બન્ને ભાઈઓ અમિત - સુમિત ભટનાગરની ધરપકડ : રાજસ્થાનના ઉદયપુરથી કરાઈ ત્રણેયની ધરપકડ : CBI અને ATSનું સંયુક્ત સફળ ઓપરેશન access_time 12:34 am IST

  • સુરતમાં બાળકીના રેપ & મર્ડર કેસમાં પોલીસને આંશિક સફળતા મળી હોય તેમ લાગી રહ્યું છે. આંધ્ર પ્રદેશના દંપતિએ આ 11 વર્ષની બાળકી પોતાની દીકરી હોવાનો દાવો કર્યો છે. જોકે પોલીસે ખાતરી માટે પિતાના અને બાળકીના DNA સેમ્પલ લઈને તપાસ માટે મોકલી દીધા છે. access_time 10:17 pm IST