Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

ઉ.પ્રદેશમાં પ્રજા અને વિપક્ષના નેતાઓને હેરાન કરવાનું યોગી સરકારનું કાવતરુ : અખિલેશ

લખનૌ, તા.૧૬ : ઉનાઓ રેપ કેસ અંગે ઉ.પ્રદેશની આદિત્યનાથ સરકાર પર આકરા પ્રહારો કરતા સ.પા.ના વડા અને પૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે કહ્યું હતું કે રાજયમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગ્યા છે. જયારે મુખ્ય સચીવ અને પોલીસ વડા (ડી.જી.પી.) આરોપી ધારાસભ્યને બચાવી રહ્યા છે.

અખિલેશે આરોપ કર્યો હતો કે આ સરકાર લોકો અને વિપક્ષના નેતાઓ પર જુલમ વરસાવી રહી છે. ઉનાઓ બળાત્કાર કેસમાં પિડિતાએ મુખ્ય પ્રધાનના નિવાસ સ્થાન સમક્ષ બળી મરવા પ્રયાસ કર્યા બાદ આ મામલો પ્રકાશમાં આવ્યો હતો.

જેમાં પિડિતાએ બાંગારમાઉના વિધાનસભ્ય કુલદિપસિંહ સોનગરને અને અન્ય કેટલાકને સામૂહિક બળાત્કારના આરોપી ગણાવ્યા હતા. જોકે સી.બી.આઇ.એ કેસ સંભાળ્યા અંગે સંતોષ વ્યકત કરતા અભિલેશે કહ્યું હતું કે હું આશા રાખું છું કે સત્ય બહાર આવશે.(૨૩.૬)

 

(2:43 pm IST)