Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

રાજસ્થાન સીમાએ પાકિસ્તાને વધુ ૧૪ પોસ્ટ ખડકી

સરહદી ગતિવિધિ ગંભીર બનીઃ ભારત સાવધ

નવી દિલ્હી તા. ૧૬ : સરહદ પર વધી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાને એલઓસી પર વધુ ૧૪ પોસ્ટનું નિર્માણ કર્યું છે. પાકિસ્તાને એલઓસી પર વધુ સૈનિકોને તૈનાત કર્યા છે. ગુપ્તચર એજન્સીના રિપોર્ટ મુજબ રાજસ્થાન સીમા પર પાકિસ્તાને નજર વધારી છે.

પાકિસ્તાને ભારતીય સીમા પર ગતિવિધિમાં વધારો કર્યો છે. એમાય જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાની સૈન્યની ગતિવિધિમાં વધારો થયો છે. રિપોર્ટ મુજબ શિયાળામાં પાકિસ્તાન આતંકવાદીઓને ઘુસણખોરી કરાવવામાં નાકામ થયું હતુ. જેથી પાકિસ્તાને એલઓસી પર વધુ સૈનિકોને તૈનાત કર્યા છે.

આ ઉપરાંત પાકિસ્તાની સેનાના અધિકારી અને પાકિસ્તાન રેન્જર્સ રાજસ્થાન બોર્ડર પાસે સતત રેકી કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન રાજસ્થાનના જેસલમેર પાસે રેકી કરી રહ્યું છે. સરહદ પર સતત વધી રહેલી પાકિસ્તાનની ગતિવિધિ વચ્ચે ભારતીય સેનાને એલર્ટ કરવામાં આવી છે.(૨૧.૨૨)

(2:41 pm IST)