Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

આજે આંધ્ર બંધ : તેલુગુદેશમનો વિરોધ કોંગ્રેસ - સામ્યવાદી ટેકો

હૈદ્રાબાદ તા. ૧૬ : આંધ્રપ્રદેશ ને સ્પેશ્યલ કેટેગરીનું  સ્ટેટ્સ આપવા માટેની માગણી સાથે આજે સોમવારે આંધ્ર પ્રદેશમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. આંધ્ર પીપલ ફોરમે આપેલા બંધના એલાનને કોંગ્રેસ પક્ષ તથા વાયએસઆર કોંગ્રેસ અને ડાબેરી પક્ષોએ સમર્થન આપ્યું છે. જોકે શાસક તેલુગુદેશમ પક્ષે આ બંધનો વિરોધ કર્યો છે. તેલુગુદેશમ પક્ષના ચંદ્રબાબુ નાયડુએ આ બંધનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે બંધના એલાનથી પ્રશ્નોનો ઉકેલ આવતો નથી.(૨૧.૧૫)

(12:50 pm IST)
  • કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે ત્રણ દિવસની મુલાકાત માટે પોતાના સંસદીય વિસ્તાર અમેઠી પહોંચ્યા હતાં. રાહુલ ગાંધી અમેઠીના એક સ્કૂલના કાર્યક્રમમાં સંબોધન માટે પહોંચ્યા હતાં.રાહુલ ગાંધીને એક વિદ્યાર્થિનીએ પૂછ્યું કે દેશમાં જે નિયમ બને છે તેને ગ્રામીણ વિસ્તારોમાં સાચી રીતે શા માટે લાગુ પાડવામાં આવતાં નથી. જેના જવાબમાં રાહુલે તરત જ કહ્યું કે,’એ તમે મોદીજીને પૂછો. સરકાર મોદીજી ચલાવે છે. અમારી સરકાર નથી. જ્યારે અમારી સરકાર હશે ત્યારે અમે જવાબ આપીશું.’ access_time 3:59 am IST

  • અફઘાનીઓએ પાંચ પાક જવાનોને ફૂંકી માર્યા : અફઘાન સરહદે ઝપાઝપી : દુબાયેલી લોકોએ પાંચ સૈનિકોને મારીને એકનું અપહરણ કર્યુ : અફઘાન સરહદમાં ઘુસવું પાક.ને ભારે પડ્યું: બીબીસીનો અહેવાલ access_time 11:22 am IST

  • રોટોમેક કૌભાંડ કેસમાં CBI એ બેન્ક ઓફ બરોડાના 6 ઓફિસરોની પૂછપરછ હાથ ધરી છે જેમાં કંપનીના પૂર્વ સીમેંદીઃ એમ,ડી માલ્યા ,અને બે પૂર્વ એક્ઝિ,ડાયરેક્ટર વી,સંથાનારમણ અને આર,કે,બક્ષીનો સમાવેશ થાય છે access_time 10:51 pm IST