News of Monday, 16th April 2018

ઉનાવ-કઠુઆ રેપ કેસઃ પ્રદર્શન કરી રહેલી ભીડ સામે યુવતીની છેડતી

ઉનાવ-કઠુઆ રેપ કેસ મુદ્દે દિલ્હી સહિત દેશભરમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. દેશભરમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. સમગ્ર દેશમાં રોષ અને વિરોધનો માહોલ છે. હજારો લોકો માટે પીડતો માટે ન્યાયની માંગણી કરી રહ્યા છે. પણ રેપ અને છેડતીની દ્યટનાઓ ઓછી થઈ રહ્યી નથી. તો અહી મહારાષ્ટ્રમાં કઠુઆ કેસ પર વિરોધ દર્શાવતા લોકોની સામે એક યુવતિથી છેડતી કરવામાં આવી છે.

આપને જણાવી દઇએ ઉનાવ અને કઠુઆ કેસને લઇને રવિવારની રાત્રે મુંબઈ કાટર રોડ પર હજારો લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. ત્યા સરેઆમ નશામાં ધૂત શખ્સ એક મહિલા સાથે છેડતી કરતો નજરે આવ્યો હતો.

૨૭ વર્ષીય મહિલાના કહેવા પ્રમાણે તે સાંજે સવારી માટે નિકળી હતી અને તે વિરોધ પ્રદર્શનનો કોઈ ભાગ ન હતી. મહિલાએ જોયું કે નશામાં ધૂત એક વ્યકિત તેની પાછળ આવી રહ્યો છે. લગભગ ૧૦ મિનિટ સુધી મહિલાની પાછળ આવ્યા બાદ મહિલાને જબદસ્તીથી પકડવાનો પ્રયત્ન કર્યો હતો.

મહિલાએ શોર મચાવ્યા બાદ પ્રદર્શન કરી રહેલા લોકોએ તેને પકડ્યો અને પોલીસને હવાલે કર્યો. આઇપીસીની કલમ ૩૫૪ (એ)(ડી) હેઠળ શખ્શ સામે કેસ દાખલ કર્યો છે અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

મુંબઇ સિવાય દિલ્હી, અમદાવાદ, કોચી અને અન્ય જગ્યાઓ પર પણ જમ્મુ-કશ્મીર અને ઉત્ત્।રપ્રદેશમાં બનેલી બે રેપ દ્યટનાઓને લઇને સમગ્ર દેશમાં પ્રદર્શન થઈ રહ્યું છે. રેપ પીડિતા અને તેમના પરિવારો માટે લોકો રસ્તા પર ઉતરી ન્યાય માંગ કરી રહ્યા છે. બન્ને કિસ્સાઓમાં છેલ્લા અઠવાડિયાથી સતત લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય કે સુરતમાં પણ આ દ્યટનાની વિરૂદ્ઘ રેલી કાઢવામાં આવી હતી. જયારે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં જમિયત ઉલમા દ્વારા માનવ સાંકળ રચી મૌન ધરણાં યોજવામાં આવ્યા હતા. જયારે શહેરના નિકોલ વિસ્તારમાં પણ રાત્રીના સમયે કેંડલ માર્ચ કાઠવામાં આવી હતી. આ કેંડલ માર્ચમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયાં હતાં. હાથમાં સળગતી મીણબત્ત્।ી સાથે રસ્તા પર ઉતરેલા લોકોએ ઉંદ્યતા તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો.(૨૨.૨)

(11:42 am IST)
  • અમદાવાદના આંબાવાડી વિસ્તારના આંબેડકર નગરમાં મોડી રાત્રે યુવતીની છેડતી બાબતે જૂથ અથડામણને પગલે ભયનો માહોલ છવાઈ ગયો હતો. સામસામે આવી ગયેલા બે જૂથોએ વાહનોને આગ પણ ચાંપી દીધી હતી. ટોળાએ ફાયરબ્રિગેડ અને પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. જેમાં ફાયરબ્રિગેડનો એક કર્મચારી ઘાયલ થયો હતો. ટોળાને વિખેરવા માટે પોલીસને ટીયરગેસના સેલ છોડવા પડ્યા હતા. access_time 4:00 am IST

  • પ્રમોશન -બઢતીમાં દલિત/એસટી ક્વોટમાં માટે સરકાર સુપ્રીમ કોર્ટમાં જશે તેમ એક કેન્દ્રીય પ્રધાને કહ્યું છે access_time 10:50 pm IST

  • કબરમાંથી સદ્દામનો મૃતદેહ ગાયબ : ઇરાકના પૂર્વ સતાધીશ સદ્દામ હુસૈનને અલ-અજવા ગામમાં દફનાવ્યા હતા : આજે ત્યાં કોઇ અવશેષ નથી : ૩૦ ડિસે. ર૦૦૬ના દિને દફત થયુ હતું : ઉલ્લેખનીય છે કે, શિયા સમુદાય અહીં સદ્દામનું સ્થાનક બને તેમ ઇચ્છતો ન હતો : ઝીન્યુઝીનો અહેવાલ access_time 11:22 am IST