News of Monday, 16th April 2018

કઠોળના ખેડૂતો દેશભરમાં લૂંટાય છે : ભાજપ સરકાર મૂક પ્રેક્ષક

મુંબઈ : દેશભરમાં હાલ કઠોળના ખેડૂતોની ઉઘાડી લૂંટ થઈ રહી છે. મોદી સરકારની અપીલને ધ્યાનમાં રાખીને દેશભરના ખેડૂતો છેલ્લા બે વર્ષથી કઠોળનું બમ્પર ઉત્પાદન મેળવી રહ્યા છે પણ કઠોળના ખેડૂતોને ખુદ સરકારે નક્કી કરેલા ભાવ પણ ખુલ્લા બજારમાં મળતા નથી. સરકાર દ્વારા નાફેડ મારફત કઠોળની જંગી ખરીદી કરવામાં આવે છે પણ આ ખરીદીમાં બેફામ ભ્રષ્ટાચાર ચાલતો હોય ખેડૂતોને આ ખરીદીનો કોઈ લાભ મળતો ન હોવાની વ્યાપક ફરીયાદ થઈ રહી છે. મહારાષ્ટ્રમાં તુવેરની ખરીદીમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયાનું ખુલ્યા બાદ કો-ઓપરેટીવ સોસાયટીના જનરલ મેનેજરની પણ ધરપકડ કરવામાં આવી હતી. આવા જ ભ્રષ્ટાચાર દરેક સેન્ટરમાં ચાલતો હોવાની ફરીયાદ થઈ રહી હોવાનું કોમોડીટી વર્લ્ડના હેવાલ જણાવે છે.

અહીં બતાવેલા કોઠામાં હાલ સરકારે નક્કી કરેલા ટેકાના ભાવ કરતા સાડા છ ટકાથી અઠ્ઠાવીસ ટકા નીચા ભાવ ખુલ્લા બજારમાં ચાલી રહ્યા છે. સરકારનો દાવો છે કે નાફેડ અને તેની સહયોગી સંસ્થાઓએ અત્યાર સુધીની સૌથી વધુ એટલે કે વિક્રમી કઠોળની ખરીદી કરી છે પણ આ ખરીદીનો લાભ ખેડૂતોને કેટલો મળ્યો? તે વિશે બધા જ મૌન છે.

સૌથી નવાઈની વાત એ છે કે ભાજપ સરકાર જયારે સત્તા પર આરૂઢ થઈ ત્યારથી ખેડૂતોને તેમની પડતર કિંમત પર ૫૦ ટકા નફો આપવાની મોટી મોટી વાતો થતી રહી છે અને હવે ખેડૂતોને દોઢી કિંમત આપવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે અને તેને વિશે મોટી વાતો કરાય છે પણ ખુદ સરકારે નક્કી કરેલા ભાવ પણ ખેડૂતોને ખુલ્લા બજારમાંથી સરકાર અપાવી શકતી નથી ત્યારે દોઢી કિંમત મળશે કે કેમ? તે વિશે શંકા - કુશંકાઓ થઈ રહી છે.

સરકારી ખરીદીમાં ખેડૂતોને સૌથી મોટી મુશ્કેલી એ છે કે કોઈ પણ કૃષિ જણસ વેચ્યા બાદ ખેડૂતોના એકાઉન્ટમાં નાણા કયારે આવશે? તેના વિશે ભારે અનિશ્ચિતતા પ્રવર્તે છે. ગુજરાતમાં સરકારે મગફળીની ખરીદી કર્યાને ચાર પાંચ મહિનાઓ થયા છતાં હજુ સુધી અનેક ખેડૂતોને નાણા મળ્યા નથી. આ મુશ્કેલીને કારણે ખેડૂતો સરકારી એજન્સીને પોતાની જણસ વેચતા નથી. કેટલાક વચેટીઓ અને રાજકારણીઓ ખેડૂતોને રોકડા નાણા આપીને સસ્તામાં જણસ લૂંટીને સરકારી એજન્સીને ઉંચા ભાવે વેચીને મલાઈ તારવી રહ્યા છે. આ રીતે મલાઈ તારવવાનો નવો બિઝનેસ  મોટેપાયે ફુલી રહ્યો છે જેને કારણે ખેડૂત લૂંટાઈ રહ્યો છે અને સરકાર પર જોડા વરસી રહ્યા છે.

કઠોળના બજાર ભાવ અને ટેકાના ભાવ વચ્ચેનો તફાવત

કઠોળ

સરકારનો

ટેકાનો ભાવ

હાલનો બજાર

ભાવ

તફાવત

ચણા

રૂ.૪૪૦૦

રૂ.૩૭૦૦

રૂ.૮૦૦

તુવેર

રૂ.૫૪૫૦

રૂ. ૪૨૭૫

રૂ.૧૧૭૫

અડદ

રૂ.૫૪૦૦

રૂ. ૩૮૫૦

રૂ. ૧૫૫૦

મગ

રૂ.૫૫૭૫

રૂ. ૫૨૦૦

રૂ. ૩૭૫

મસૂર

રૂ. ૪૨૫૦

રૂ. ૩૭૫૦

રૂ. ૫૦૦

 

(11:37 am IST)
  • અમદાવાદના આંબાવાડી વિસ્તારના આંબેડકર નગરમાં મોડી રાત્રે યુવતીની છેડતી બાબતે જૂથ અથડામણને પગલે ભયનો માહોલ છવાઈ ગયો હતો. સામસામે આવી ગયેલા બે જૂથોએ વાહનોને આગ પણ ચાંપી દીધી હતી. ટોળાએ ફાયરબ્રિગેડ અને પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. જેમાં ફાયરબ્રિગેડનો એક કર્મચારી ઘાયલ થયો હતો. ટોળાને વિખેરવા માટે પોલીસને ટીયરગેસના સેલ છોડવા પડ્યા હતા. access_time 4:00 am IST

  • મોર્ગન સ્ટેનલીની આગાહી :2019માં મોદીનો ભવ્ય વિજય થશે અથવા કોંગ્રેસ બાજી મારશે જે પણ પરિણામ આવે શેરબજાર ઝળહળતું રહેશે :સેન્સેક્સ 41500ને સ્પર્શશે access_time 10:50 pm IST

  • દૂબઇની રાજકુમારી ગાયબઃ શાસક શેખ મહમ્મદ બિન રાશિદ અલ મખ્તુમની દીકરી શેખ લાતિફાએ સામાન્ય છોકરીની જેમ જીવવાનું એલાન કર્યુ હતું: દૂબઇથી ભાગેલી લાતિફા અરબ સાગરમાં એક નાવમાંથી પકડાઇ હતીઃ મારપીટ કરીને દૂબઇ લાવવામાં આવી હતીઃ લાતિફાના મિત્રો કહે છે, તે ફરી જોવા મળી નથી access_time 3:46 pm IST