Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

હનીપ્રિતને જેલમાં જલસા :પહેરે છે ડિઝાઈનર શૂટ :રામરહીમ ગાર્ડનમાં શાકભાજી ઉગાડે છે

ડેરા સચ્ચા સૌદાના મુખ્ય ગુરમીત રામ રહીમસિંહ ઈન્સાન અને તેની મુહબોલી પુત્રી હનીપ્રિત જેલમાં છે રામ રહીમ રોહતાંકની સુનારીયા જેલમાં છે, જ્યારે હનીપ્રીત અંબાલાની સેન્ટ્રલ જેલમાં અનુક્રમે ઓગસ્ટ અને ઓકટોબર 2017થી પોતાની સજા પૂરી કરી રહી છે.રામ રહીમ 2 કેસોમાં રેપ માટે 20 વર્ષની જેલની સજા કાપી રહ્યો છે, જ્યારે હનીપ્રિતની રામ રહીમને સજા આપવા પર હિંસાને પ્રેરિત કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે.

    અહેવાલ મુજબ શરૂઆતમાં હનીપ્રિતે જેલના ભોજનમાં વાંક કાઢતી હતી, પરંતુ હવે તેણે જેલના ભોજનને સ્વીકારી લીધો છે. એવા આક્ષેપો છે કે જેલના કર્મચારીઓએ તેને ઘરનું ખાવાનું ખાવાની પરવાનગી આપી દિધી હતી પરંતુ સમાચાર જ્યારે મીડિયામાં આવ્યા ત્યાર બાદ, આવી વસ્તુઓ બંધ કરવામાં આવી હતી.

  અત્રે ઉલ્લેખનીય છે કે હનીપ્રિતનો કેસ હજી અંડર-ટ્રાયલ છે, તેથી તે તેના પસંદગીના કપડાં પહેરી શકે છે. હનીપ્રિતને કોર્ટમાં પેશી દરમ્યાન તે ડિઝાઇનર સૂટ પહેરીને આવે છે; દર વખતે તે પેશી દરમ્યાન જુદા જુદા કપડાઓમાં દેખાય છે.

   જયારે ગુરમિત રામ રહીમને શિસ્તબદ્ધ અને સારા કૈદી તરીકે ગણવામાં આવે છે. તેમને અનિયંત્રિત મજૂર તરીકે ગણવામાં આવે છે અને તેને દરરોજના પગાર રૂપે રૂ. 20 મળે છે. રામ રહીમ હવે જેલના રસોડામાં ગાર્ડનમાં શાકભાજીમાં ઉગાડવાનું કામ કરે છે.

   એક કેદી તરીકે, રામ રહીમ ફક્ત જેલના કપડાં પહેરે છે - વ્હાઇટ કુર્તા અને પજામા. છેલ્લા આઠ મહિનામાં, તેની દાઢી અને વાળ ભૂરા થઈ ગયા છે. તાજેતરમાં તેની માતા, પત્ની અને પુત્ર તેણે મળવા ગયા હતા

  જેલ વહીવટીતંત્રે રામ રહીમને દર મહિને તેના એકાઉન્ટમાં પાંચ હજાર રૂપિયા જમા કરવાની પરવાનગી આપી છે, જેમાંથી તેઓ જેલના ઉપાહાર ગૃહમાંથી ફળ અને સમોસા વગેરે ખરીદે છે.

રામ રહીમ પર 166 પુરુષ શિષ્યોને નસબંધીનો આરોપ છે. તે સમયે રામ રહિમ પર હત્યાના 2 કેસ છે. ખાસ અદાલતે હરિયાણાના પંચકુલામાં કેસની સુનાવણી કરી છે.

(9:03 pm IST)