News of Monday, 16th April 2018

SC /ST મામલે અધ્યાદેશ લાવવા સરકારની વિચારણા :દલિતોનો રોષ શાંત કરવા કવાયત

પુનર્વિચાર અરજી પર સુનવણીની પદ્ધતી પર નિર્ભર કરશે.: વાસ્તવિક પ્રાવધાનોને બહાલ કરવા અધ્યાદેશ લવાઈ તેવી શકયતા

નવી દિલ્હી :કેન્દ્ર સરકાર અનુસૂચિત જાતી/ અનુસૂચિત જનજાતી અત્યાચાર નિવારણ કાયદા પર આવેલા સુપ્રીમ કોર્ટનાં નિર્ણયને ઉલટાવવા અને કાયદાની વાસ્તવિક પ્રાવધાનોને બહાલ કરવા માટે અધ્યાદેશ લાવવા વિચારણા કરી રહી છે સરકારની અંદર અલગ અલગ સ્તરો પર ચાલી રહેલી વાતચીતની માહિતી રાખનારા સુત્રનું કહેવું છે કે, વાસ્તવિક પ્રાવધાનોને બહાલ કરવા માટે અધ્યાદેશ લાવવામાં આવે તો રોષ શાંત થશે. 

  સુત્રોએ કહ્યું કે,  સુપ્રીમ કોર્ટનાં નિર્ણયને  નિષ્ક્રિય કરવા માટે અનુસૂચિત જાતી - જનજાતી અત્યાચાર નિવારણ કાયદો 1989માં સંશોધનની ઇચ્છતા જુલાઇમાં સંસદનાં મોનસુન સત્રમાં વિધેયક લાવવામાં આવે તે સરકાર માટે બીજો વિકલ્પ છે. એક વરિષ્ઠ પદાધિકારીએ કહ્યું કે, જો અધ્યાદેશ ઇશ્યું કરવામાં આવે તો તેને પણ વિધેયકમાં તબ્દીલ કરવામાં આવશે અને સંસદમાં પસાર કરાવવામાં આવશે. 

   વાસ્તવિક પ્રાવધાનોનાં બહાલ કરવા માટે બંન્ને જ પગલાનું પરિણામ એક છે. જો કે અધ્યાદેશનો લાભ ત્વરિત પરિણામ સ્વરૂપમાં થાય છે. આ રોષને તત્કાલ શાંત કરવામાં મદદ કરશે. દલિત સંગઠનોએ સુપ્રીમ કોર્ટનાં 20 માર્ચનાં નિર્ણય દ્વારા કાયદાને કથિત રીતે હલ્કા કરવાની વિરુદ્ધ બે એફ્રીલનું પ્રદર્શન કર્યા હતા.  કેટલાક સ્થાનો પર પ્રદર્શન હિંસક થયા હતા જેમાં ઘણા લોકોનાં મોત થયા હતા. 

   વિપક્ષી દળોએ સરકાર પર દલિત સંરક્ષણ અધિકારોનું સંરક્ષણ કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે આશ્વસ્ત કરવામાં આવ્યા હતા કે તેમની સરકાર  અનુસૂચિત જાતી- અનુસૂચિત જનજાતી સમુદાયો પર અત્યાચાર અટકાવનારા કાયદાને હલ્કા નહી આપે. તેમણે કહ્યું હતું કે, હુંદેશને આશ્વસ્ત કરવા માંગુ છું કે અમારા દ્વારા કઠોર બનાવાયેલા કાયદાને પ્રભાવિત ન થવા દેવામાં આવે. 

જો કે સુત્રોએ કહ્યું કે, હજી સુધીકોઇ નિર્ણય લેવામાં નથી આવ્યો અને ઘણા સામાજિક અને ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા દાખલ કરવામાં આવેલ પુનર્વિચાર અરજી પર સુનવણીની પદ્ધતી પર નિર્ભર કરશે. તેમણે કહ્યું કે, શક્ય છેકે પુનર્વિચાર અરજીનું તત્કાલ પરિણામ નહી આવે અને કોર્ટનો નિર્ણય અનુકુળ ન હોય તો એવામાં સરકાર આગળની કાર્યવાહી મુદ્દે પોતાનો પક્ષ મજબુત કરવાનું રહેશે.

(8:51 pm IST)
  • સલમાનની અરજી જોધપુરની સેશન્સ કોર્ટે કરી મંજૂર : 17 દિવસ માટે જઇ શકશે વિદેશ access_time 4:18 pm IST

  • વાડી વિસ્તાર માંથી યુવાનની મળી લાશ: સિહોર તાલુકાના પિંગળી ગામની વાડી વિસ્તારમાંથી પચીસ વર્ષના યુવાન લાલજી વાઘેલાની મળી લાશ:લાશને પીએમ માટે સિહોર સીએચસી હોસ્પિટલ ખાતે ખસેડાઇ.. access_time 1:29 am IST

  • કબરમાંથી સદ્દામનો મૃતદેહ ગાયબ : ઇરાકના પૂર્વ સતાધીશ સદ્દામ હુસૈનને અલ-અજવા ગામમાં દફનાવ્યા હતા : આજે ત્યાં કોઇ અવશેષ નથી : ૩૦ ડિસે. ર૦૦૬ના દિને દફત થયુ હતું : ઉલ્લેખનીય છે કે, શિયા સમુદાય અહીં સદ્દામનું સ્થાનક બને તેમ ઇચ્છતો ન હતો : ઝીન્યુઝીનો અહેવાલ access_time 11:22 am IST