News of Monday, 16th April 2018

કઠુઆ ગેંગરેપ મામલે ચાર પોલીસકર્મીને સસ્પેન્ડ કરતી રાજ્ય સરકાર

ભાજપના બે મંત્રીના રાજીનામાં બાદ મહેબુબા મુફ્તી સરકારનો નિર્ણય

કઠુઆ ગેંગરેપ મામલામાં જમ્મુ-કાશ્મીરની મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ આરોપી ચાર પોલીસવાળાને સસ્પેન્ડ કર્યા છે રાજ્ય સરકારે આ મામલામાં આરોપી એક સબ-ઇન્સપેક્ટર, એક હેડ કોન્સટેબલ અને બે એસપીઓને બરતરફ કરી દીધા છે.મુફ્તી સરકારે આ નિર્ણય બીજેપીના બે મંત્રીઓ ચૌધરીલાલ સિંહ અને ચંદ્રપ્રકાશ ગંગાના રાજીનામા પછી લીધો છે. આ બંન્ને મંત્રી કઠુઆમાં થયેલ આઠ વર્ષની બાળકીની સાથે રેપ અને હત્યા મામલા સામે થઇ રહેલી પ્રદર્શન રેલીઓમાં સામેલ હતા જેની પર મેહબુબા મુફ્તીએ ઘણો ગુસ્સો દર્શાવ્યો હતો.

   મુફ્તીએ કઠુઆ મામલામાં મુખ્ય ન્યાયાધીશને પણ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરવાનો અનુરોધ કર્યો હતો. આ જમ્મુ-કાશ્મીરમાં પહેલી ફાસ્ટ ટ્રેક કોર્ટ હશે.

   10 જાન્યુઆરીના રોજ જમ્મુ કાશ્મીરના લસાણા ગામમાંથી બાળકી ગૂમ થઇ હતી. ગૂમ થયા પછી 7 દિવસે તેનો મૃતદેહ જંગલમાંથી મળ્યો હતો. સરકારે આ મામલો 23 જાન્યુઆરીના રોજ ક્રાઇમ બ્રાન્ચને સોંપ્યો હતો. જે પછી આ કેસમાં એસપીઓની ધરપકડ થઇ.અત્યાર લુધી આ કેસમાં લગભગ 8 લોકોની ધરપકડ થઇ છે. આમાં 2 સ્પેશિયલ પોલીસ ઓફિસર, એક હોડ કોન્સટેબલ, એક સબ ઇન્સપેક્ટર, એક કઠુઆ નિવાસી અને એક સગીર સામેલ છે.
 ચાર્જસીટ પ્રમાણે બાળકીને જાન્યુઆરીમાં એક સપ્તાહ સુધી કઠુઆ જિલ્લા સ્થિત એક ગામના મંદિરમાં બંધક બનાવીને રાખવામાં આવી હતી. તેની સાથે 6 લોકોએ બળાત્કાર કર્યો હતો.

ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું કે બાળકીને નશીલી દવાઓ આપીને સતત તેની પર રેપ કરવામાં આવ્યો છે. એક આરોપીએ પોતાના પિતરાઇ ભાઇને મેરઠથી ફોન કરીને બોલાવ્યો એટલે એ પણ રેપ કરી શકે. એટલું જ નહીં હત્યા કરતાં પહેલા પણ એકવાર તેની પર રેપ કરવામાં આવ્યો.

રવિશંકર પ્રસાદે વધુમાં લખ્યું કે 'દલિતોના મતો માટે તેમનો ઉપયોગ કરનારા લોકોને તેમના સારી હોટલમાં ભોજન કરવાથી પરેશાની થઈ રહી છે. દલિત મહિલાઓને આઈટી ટ્રેનિંગ આપીને મોદી સરકારે તેમને સશક્ત કરવાનું કામ કર્યુ છે. દેશના છ કરોડ ગરીબોને સરકારે ડિજીટલી સાક્ષર કર્યા છે. મતો માટે દલિતોનો ઉપયોગ કરનારા માટે સશક્તિકરણનો આ ઈમાનદાર પ્રયાસ અસહજ સ્થિતિ પેદા કરી રહ્યો છે.' 

(7:09 pm IST)
  • વાડી વિસ્તાર માંથી યુવાનની મળી લાશ: સિહોર તાલુકાના પિંગળી ગામની વાડી વિસ્તારમાંથી પચીસ વર્ષના યુવાન લાલજી વાઘેલાની મળી લાશ:લાશને પીએમ માટે સિહોર સીએચસી હોસ્પિટલ ખાતે ખસેડાઇ.. access_time 1:29 am IST

  • મહેબુબા મુફ્તી સરકારમાંથી ભાજપના તમામ મંત્રીઓએ રાજીનામાં આપ્યા :ભાજપ મોટાપાયે પુન :રચના કરવા જઈ રહયું છે :ભાજપે કહ્યું કે સરકાર ઉપર કોઈ ખતરો નથી :કેબિનેટમાં ફેરફાર થઇ રહ્યાં છે access_time 10:53 pm IST

  • ''રૃકાવટકે લિયે ખેદ'': માઇક્રો બ્લોગીંગ સાઇટ ''ટિવટર'' દુનિયાભરમાં ઠબ્બઃ ટેકનીકલ ખામીને કારણે સાંજે ૭ વાગ્યે ઠબ્બ થઇ ગયેલુ ટિવટર એક કલાક પછી ફરી ચાલુ access_time 8:56 pm IST