Gujarati News

Gujarati News

News of Tuesday, 17th March 2020

ચીનએ એન્ટી વાયરલ દવા પર પુરું કર્યુ રિસર્ચઃ કોરોના દર્દીઓની સારવારમા થયો ફાયદો

        છેલ્લા ત્રણ મહિનાથી નોવલ કોરોના વાયરસથી જજુમી રહેલ ચીનએ ફેવિપિરાવીરની કલીનીકલ  શોધ પુરી કરી લીધી છે. આ એક એન્ટી વાયરસ દવા છે, જેનાથી કોવિડ-૧૯ વિરૃદ્ધ સારા કલીનીકલ સંકેત મળ્યા હતા. આ જાણકારી ૧૭ માર્ચના ચીનના એક ટોચના અધિકારીએ આપી હતી.  ચીનના નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ડેવલપમેન્ટના નિર્દેશક ઝાંગ શિનમિનએ અહીં સંવાદદાતાઓને કહ્યું કે ફેવિપીરાવિર એન્ફલ્યુએંઝાની દવા છે. જેને જાપાનએ ર૦૧૪ મા કલીનીકલ પ્રયોગ માટે મંજુરી આપી હતી. આના કલીનીકલ પરીક્ષણ દરમ્યાન  વિપરિત પ્રતિક્રિયા ન દેખાઇ.

         વિજ્ઞાન અને પ્રોદ્યોગિક મંત્રાલય સાથે જોડાયેલ કેન્દ્રના નિર્દેશક ઝાંગની ઘોષણાને મહત્વપૂર્ણ માનવામા આવી રહી છે. કારણ કોવિડ-૧૯ રોગીઓના ઇલાજ માટે હજુ સુધી કોઇ પ્રભાવી ઉપચાર નથી.  જોકે ચીન અને અન્ય દેશોએ એચઆઇીની સાથેજ ઇબોલા વાયરસ રોગીઓના ઇલાજ માટે ઉપયોગમા કરવામા આવતી દવાઓનો પ્રયોગ આ મહામારીના ઇલાજમા કર્યો. કોરોના વાયરસ ચીનમાં ધીરે-ધીરે ઓછો થઇ રહ્યો છે અને વુહાનમા પણ આમાં ઘણો ઘટાડો આવ્યો છે. જયાં સોમવારના રોજ ફકત એક મામલો પોઝીટીવ મળ્યો.

(11:56 pm IST)