Gujarati News

Gujarati News

News of Tuesday, 17th March 2020

આજે સવારે ૧૧II સુધીમાં વિશ્વભરમાં કોરોનાના ૧,૮૨,૫૫૦ કેસ નોંધાયા છે. કુલ મૃત્યુ આંક ૭ હજારને વળોટી ૭,૧૫૮ થયો છે અને સાજા થનારનો આંક ઝડપભેર વધીને ૬૭૦૦૩ થયો છે

ભારતમાં ૧૨૯ કેસઃ ૨ મોત જયારે પાકિસ્તાનમાં ૧૮૪ કેસઃ એકપણ મોત નથી

ચીનમાં ૮૦૮૮૧ને કોરોના વળગ્યો છે ૩૨૨૬ મોત અને ૬૧૬૪૪ સાજા થયા છે.

ઇટાલીમાં ગંભીર સ્થિતિ છે ત્યાં આંક વધતો જ જાય છે. ૨૭૯૮૦ કેસ, ૨૧૫૮ મોત, ૧૦૪૫ સાજા થયા છે.

ઇરાનમાં ૧૪૯૯૧ કેસ (૮૫૩ મોત- ૨૫૫૯ સાજા), સ્પેનમાં ૯,૯૪૨ કેસ, ૩૪૨ મોત (૧૮૩ સાજા), દક્ષિણ કોરીયામાં ૮,૩૨૦ કેસ, ૭૫ મોત, જર્મનીમાં ૭,૨૭૨ કેસ, ૧૭ મોત (૨૫ સાજા), ફ્રાન્સમાં ૬,૬૬૩ કેસ, ૧૪૮ મોત (૧૨ સાજા), યુ.એસ.એ. ૪૬૬૭  કેસ  (૮૭ મોત)(૮ સાજા), સ્વીઝરલેન્ડ ૨૫૫૩ કેસ- ૧૯ મોત-૪ સાજા, યુ.કે. (બ્રીટન) ૧૫૪૩ કેસ (૫૩ મોત-૧૯ સાજા), નેધરલેન્ડ ૧૪૧૩ કેસ (૨૪ મોત), સ્વીડન ૧૧૨૧ કેસ (૭ મોત-૧ સાજા), બેલ્જીયમ ૧૦૫૮ કેસ (૧૦ મોત-૧ સાજા), જાપાન (૨૧ કેસ ૨૮ મોત-૧૧૮ સાજા), ગ્રીસ ૩૫૨ કેસ (૪ મોત), પોર્ટુગલ ૩૩૧ કેસ (૧ મોત), ઇઝરાયલ ૨૯૬ કેસ, સીંગાપોર ૨૪૩ કેસ (૯૬ સાજા), પાકિસ્તાનમાં સપાટાભેર વધીને ૧૮૪ કેસ (૦ મોત-૨ સાજા),  ઇજીપ્ત ૧૬૬ કેસ (૪ મોત-૨૭ સાજા), હોંગકોંગ ૧૫૭ કેસ (૪) મોત, ફીલીપાઇન્સ ૧૪૨ કેસ (૧૨ મોત-૨ સાજા), ઇન્ડોનેશીયા ૧૩૪ કેસ (૫ મોત-૨ સાજા), ઇરાક ૧૩૩ કેસ (૧૦ મોત-૧૫ સાજા),સાઉદી અરેબીયા ૧૩૩ કેસ (૧ સાજા), કુવૈત ૧૨૩ કેસ (૨ રીકવર), યુ.એ.ઇ. (દુબઇ) ૯૮ કેસ (૧૭ રીકવર), ભારત ૧૨૯ કેસ-૨ મોત (૪ સાજા)

(3:37 pm IST)