Gujarati News

Gujarati News

News of Sunday, 17th March 2019

જમ્મુ-કાશ્મીરમાં ઇદ પછી ચૂંટણી થવાની શકયતા : 8 તબક્કામાં થઇ શકે છે મતદાન

ત્રીજી જુલાઈએ રાજ્યમાં લગાવેલ રાષ્ટ્રપતિ શાસન 6 મહિના પુરા થઇ જશે.

 

જમ્મુ-કાશ્મીરમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત થઈ શકે છે. ચૂંટણી કમિશનના સૂત્રોએ જણાવ્યું છે કે રમઝાન પછી અને અમરનાથ યાત્રા શરૂ થાય તે પહેલા વિધાનસભાની ચૂંટણી થઈ શકે છે. રમઝાન 4 જૂન પૂર્ણ થઈ રહી છે અને અમરનાથની યાત્રા પહેલી જુલાઈથી શરૂ થઈ રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણી 5 જૂન થી 30 જૂન વચ્ચે શક્ય છે. માનવામાં આવી રહ્યું છે કે 8 તબક્કામાં વિધાનસભાની ચૂંટણી થઈ શકે છે.

  ચૂંટણી કમિશનએ વિધાનસભા ચૂંટણીને લઈને રાજ્ય મંત્રાલય અને ગૃહમંત્રાલયને જણાવી દીધું છે. ચૂંટણી થી આઠ તબક્કામાં થઈ શકે છે. લોકસભાની ચૂંટણી માટે રાજ્યમાં 70 હજારથી વધુ અર્ધલશ્કરી દળોના જવાનો તૈનાત રહશે. સિવાય રાજ્ય પોલીસ પણ છે. આગામી 3 જુલાઈએ પૂર્ણ થશે રાજ્યમાં લગાવેલ રાષ્ટ્રપતિ શાસન 6 મહિના પુરા થઇ જશે.

 

(12:00 am IST)