Gujarati News

Gujarati News

News of Sunday, 17th March 2019

વીઝા ફ્રોડ, બનાવટી લગ્નો, તથા મની લોન્ડરીંગ માટે ઇન્ડિયન અમેેરિકન રવિબાબુ કોલ્લા દોષિતઃ ભારતીયોના વીઝા લંબાવી આપવા ૮૦ જેટલા બનાવટી લગ્નો કરાવી આપ્યાનો આરોપ પૂરવારઃ રરમે ૨૦૧૯ના રોજ સજા ફરમાવાશે

ફલોરિડાઃ યુ.એસ.ના પનામા સીટી, ફલોરિડા સ્થિત ઇન્ડિયન અમેરિકન ૪૭ વર્ષીય રવિબાબાુ કોલ્લાને વીઝા ફ્રોડ, બનાવટી લગ્નો તથા મની લોન્ડરીંગ માટે યુ.એસ. કોર્ટએ ૧૩ માર્ચના રોજ દોષિત ગણાવેલ છે.

ફેબ્રુ ૨૦૧૭ થી ઓગ.૨૦૧૮ દરમિયાન તેના ઉપર બનાવટી લગ્નો દ્વારા ભારતીયોના વીઝા લંબાવી આપવાનો આરોપ હતો. જે અંતર્ગત તેણે આવા ૮૦ બનાવટી લગ્નો કરાવી આપ્યા હતા. તેના સહાયક મહિલા ૪૦ વર્ષીય ક્રિસ્ટલ કલાઉડને ૨૮ ડીસેં.૨૦૧૮ના રોજ ૨૪ માસની જેલસજા ફરમાવાઇ છે. જયારે કોલ્લાને રરમે ૨૦૧૯ના રોજ સજા ફરમાવાશે. તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે. 

(8:52 pm IST)